મુંબઇ તા.8 જૂન 2019 શનિવાર
વીતેલા દાયકાની મોખરાની અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો આજે આઠમી જૂને બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ શિલ્પા... આ અભિનેત્રી આજે ૪૪ વર્ષની થઇ.
એક સમયે આજના ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે એ પરણી રહી હોવાની વાતો વાઇરલ થઇ હતી. જો કે એ શક્ય બન્યું નહીં. ૨૦૦૯માં શિલ્પાએ વેપારી રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં અને આજે એમને એક સુંદર પુત્ર છે. રાજ કુન્દ્રાના આ બીજાં લગ્ન છે.
શિલ્પા મનોરંજન ઉપરાંત સ્પોર્ટ સાથે પણ સંકળાયેલી હતી. એના પતિએ આઇપીએલની એક ક્રિકેટ ટીમ પણ રાખી હતી. જો કે પાછળથી વિવાદ સર્જાતાં એ બંને આ સ્પોર્ટમાંથી ખસી ગયાં હતાં.
એક સમયે શિલ્પાએ એવો આક્ષેપ કર્યો હતો કે એની સાથે પોલિટિક્સ રમાઇ રહ્યું છે અને ફિલ્મ સર્જકો એને એક પછી એક ફિલ્મમાથી કાઢી મૂકી રહ્યાં છે. આમ થવાનું કારણ એ હતું કે એ બોલિવુડના કોઇ પરિવારમાંથી આવતી નહોતી. એટલે આઉટસાઇડર તરીકે ગણાઇ હતી. જો કે આમ છતાં એણે સારી એવી સફળતા પ્રાપ્ત કરી હતી. એ એમ માનતી હતી કે એના નાકનો આકાર કોઇ અભિનેત્રીને શોભે એવો નથી એટલે એણે નાકની પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી હતી.
તાજેતરમાં એણે ઇન્સ્ટાગ્રામ પર હ્યુમન ઑફ મુંબઇ નામે પોતાની સંઘર્ષકથા આલેખી હતી જેને સારો આવકાર સાંપડયો હતો.
હાલ શિલ્પા એક ટીવી ચેનલ પર સુપર ડાન્સર શોમાં જજ તરીકે સેવા આપી રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WwrYcT
via Latest Gujarati News
0 Comments