મુંબઇ તા.8 જૂન 2019 શનિવાર
મોખરાના ટીવી સ્ટાર કરણ ઓબેરોયને આખરે કોર્ટે જામીન આપ્યા હતા. છેલ્લા એક માસથી કરણ જેલમાં હતો. એક મહિલા જ્યોતિષીએ એના પર દુષ્કર્મનો અને બ્લેકમેઇલિંગનો આક્ષેપ કર્યો હતો.
અત્યાર અગાઉ એની જામીન અરજી ૧૭મી મેએ કોર્ટમાં રજૂ થઇ હતી જે કોર્ટે ફગાવી દીધી હતી. એને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. બહારથી નીડર દેખાતો કરણ કોર્ટમાં ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડી પડયો હતો.
પેલી મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે મને કેફી ડ્રીન્ક પીવડાવીને કરણે મારા પર રેપ કર્યો હતો અને એની વિડિયો ક્લીપ લીક કરી દેવાની ધમકી આપીને મારી પાસેથી પૈસા પડાવતો હતો. એણે ફ્લેટ લેવા માટે પણ મારી પાસેથી પૈસા લીધા હતા. પોલીસે કરણનો મોબાઇલ કબજે કરી લીધો હતો અને એને કોર્ટમાં રજૂ કર્યો હતો.
કરણની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ જેલમાં રહેવા દરમિયાન કરણ સાવ ભાંગી ગયો હતો. એને એક મહિનો જેલમાં રહેવું પડશે એવી કલ્પના સુદ્ધાં નહોતી. પોલીસે એની સાથે કડક વલણ દાખવ્યું હતું. કોર્ટે પણ સેલેબ્રિટી હોવાથી એનું વર્તન વધુ પડતું હીણું ગણાય એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WotbxR
via Latest Gujarati News
0 Comments