ડિમ્પલ કેમ સની દેઓલને પરણી ન શકી ?

મુંબઇ તા.8 જૂન 2019 શનિવાર

બોલિવૂડના પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્નાની પત્ની અને વીતેલા દાયકાઓની મોખરાની અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ શુક્રવારે પોતાનો બર્થ ડે ઊજવ્યો ત્યારે પોતાના જીવનનાં કેટલાંક સંભારણાં મમળાવ્યાં હતાં.

માત્ર ચૌદ વર્ષની વયે એણે રાજ કપૂર જેવા લેજન્ડની ફિલ્મ બોબી કરી હતી. માત્ર સોળ વર્ષની વયે સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યાં પરંતુ રાજેશ ખન્ના પોતાની અસ્તાચળ તરફ જઇ રહેલી કારકિર્દીના પગલે શરાબના નશામાં મસ્ત રહેવા લાગ્યો ત્યારે ડિમ્પલ પર માનસિક અને શારીરિક અત્યાચાર પણ થતો હતો. બંને બે પુત્રીઓનાં માતાપિતા બની ચૂક્યાં હતાં. 

દરમિયાન, ડિમ્પલને નાસિર હુસૈને ૧૯૮૫માં પોતાની ફિલ્મ મંજિલ મંજિલ માટે સાઇન કરી. આ ફિલ્મમાં સની દેઓલ હીરો હતો. બહુ  ઓછા સમયમાં બંને એકમેકની નિકટ આવી ગયાં. 

બંને વચ્ચે લગભગ ૧૧ વર્ષ અફેર ચાલ્યો. દરમિયાન, દેઓલ પરિવારમાં સૌને આ અફેરની જાણ થઇ ચૂકી હતી. આખરે સનીની પત્ની પૂજાએ ઘરમાં એવી જાહેરાત કરી કે હું સનીને ડાઇવોર્સ આપીને બંને પુત્રોને લઇને વિદેશ ચાલી જાઉં છું. એ સમયે ટોચના ગણાતા અભિનેતા ધર્મેન્દ્રને આ વાત સ્વીકાર્ય નહોતી. એણે સનીને ખખડાવ્યો અને ડિમ્પલ સાથેના અફેરને બંધ કરવાની ચેતવણી આપી. 

પિતાની ધાકથી દબાયેલા સનીએ ડિમ્પલને જણાવ્યું કે હું ડાઇવોર્સ લઇને તારી સાથે લગ્ન કરી શકું એમ નથી. ડિમ્પલે આજની ઘડી ને કાલનો દી' કરીને એની સાથેના સંબંધોનો અંત આણ્યો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MAKZq4
via Latest Gujarati News

Post a Comment

0 Comments