મહારાષ્ટ્રમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદી માહોલ


(પ્રતિનિધિ દ્વારા)  મુંબઇ,તાઃ 8 જૂન 2019, શનિવાર

આજે કેરળના સમુદ્ર કિનારા પર વર્ષા ઋતુનું રૂમઝૂમ આગમન થયું છે.ભારતીય હવામાન ખાતાએ ૨૦૧૯ના ચોમાસાનું સત્તાવાર આગમન આજે કેરળમાં થયું હોવાની જાહેરાત કરી હતી.

બીજીબાજુ  મેઘરાજાની સવારીનાં પડઘમ આજે મહારાષ્ટ્રનાં ઘણાં સ્થળોએ સંભળાયાં હોવાના સમાચાર મળે છે.રાજ્યનાં અમુક સ્થળોએ ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હોવાના સમાચાર મળે છે.

જોકે હવામાન ખાતાનાં સૂત્રોએ એવી સ્પષ્ટતા કરી હતી કે આ વરસાદી માહોલ ખરેખર તો ચોમાસાના આગમન પહેલાંનો છે. મેઘરાજાનું આગમન મહારાષ્ટ્ર-મુંબઇમાં લગભગ ૧૨-૧૫ જૂન સુધીમાં થવાની શક્યતા છે.

નાશિકનજીકનાયેવલા,લાસલગાંવ,ખડક માલેગાંવમાં તોફાની પવન સાથે વરસાદ તૂટી પડયો હતો.પરિણામે દ્રાક્ષ અને ટામેટાંના પાકને ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળે છે.ઉપરાંત,ખેડ,રત્નાગિરિમાં પણ ભારે ગાજવીજ અને તીવ્ર પવન સાથે વર્ષા થઇ હતી.યેવલા નજીક રોડ પરની દિશાસૂચક યંત્રણામાં અવરોધ સર્જાતાંવાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.આવી જ પરિસ્થિતિ પુણે-ઇન્દોર હાઇ વે પર પણ સર્જાઇ હતીઅને વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી.

આજે ઔરંગાબાદમાં પણ અચાનક જબરો વરસાદી માહોલ સર્જાયો હતો.તોફાની પવનને કારણે શહેરના એક સ્થળે ગોઠવાયેલું વિશાળ કદનું હોર્ડિંગ ભારે ધડાકા સાથે તૂટી પડયું હતું.

વિદર્ભના અકોલામાં પણ તોફાની પવન સાથે વરસાદ થયો હતો.પરિણામે અકોલામાં આજે થોડા સમય માટે વીજળી પુરવડો પણ ખોરવાઇ ગયો હોવાના સમાચાર મળે છે.યવતમાળમાં પણ તીવ્ર પવન અને ગાજવીજ સાથે ભારે વર્ષા થઇ હોવાથી અમુક સ્થળે ઘેઘુર વૃક્ષો તૂટી પડયાં હતાં.ઉપરાંત ફળોના બગીચામાં પણ મોટું નુકસાન થયું હોવાના સમાચાર મળે છે.

આજે બીડ,જુન્નર,પરભણી,મનમાડ,સાંગલી વગેરેમાં પણ ચોમાસા પહેલાંનું વરસાદી વાતાવરણ સર્જાયું હતું.

બીજીબાજુ હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે કોંકણના પેરનેમમાં૧,મીરજ-૨,આજરા-૧,શ્રીગોૈંડા-૧,માજલગાંવ-૫,મોથા-૩,માણવટ-૨ અને હિંગોળી-૨ સેન્ટીમીટર વર્ષા થઇ હતી.

સાથોસાથ ૯-૧૨જૂન દરમિયાન ઉત્તર કોંકણનાં મુંબઇ, થાણે,પાલઘર,દક્ષિણ કોંકણના રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં  ગાજવીજ અને તીવ્ર પવન સાથેમધ્યમથી ભારે વર્ષા થાય તેવી શક્યતા છે.

આવતા ૪૮ કલાક દરમિયાનમુંબઇનું આકાશ વાદળિયું રહે તેવી શક્યતા છે.આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૮ અને લઘુત્તમ તાપમાન ૨૯.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૫.૪ અને લઘુત્તમ તાપમાન ૨૯.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૯૨-૮૩ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૩-૬૫ ટકા નોંધાયું હતું. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZkAMQ9
via Latest Gujarati News

Post a Comment

0 Comments