
મુંબઇ, તા. 8 જૂન 2019, શનિવાર
ભારત- રત્ન લતા મંગેશકર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને ગઈકાલે શાલ અને શુભેચ્છા પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા એ નિમિત્તે લતા મંગેશકરે તેમના મુખ્ય સહાયક મહેશ રાઠોડને ગાંધીનગર મોકલીને હીરાબાને શાલ- શુભેચ્છા પત્ર અર્પણ કર્યા હતા. લતાજીએ ગુજરાતીમાં લખેલા શુભેચ્છાપત્ર જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામની કૃપાથી આપના સુપુત્ર અને મારા ભાઈ શ્રી નરેન્દ્ર મોદી ફરીવાર પ્રધાનમંત્રી બન્યા એ બદલ અનેક શુભકામના. આપના તેમજ નરેન્દ્રભાઈના સાદગીપૂર્ણ જીવનને વંદન. આ પ્રસંગે વડાપ્રધાનના ભાઈઓ હાજર રહ્યા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ETFQDd
via Latest Gujarati News
0 Comments