
(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 8 જૂન 2019, શનિવાર
શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દસવાર અયોધ્યા જશે તો પણ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ સુપ્રિમ કોર્ટના ચૂકાદા પછી જ થશે, એવા શબ્દોમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના રાજ્યકક્ષાના સામાજીક ન્યાયપ્રધાન રામદાસ આઠવલેએ શિવસેનાની અયોધ્યા યાત્રાની ઠેકડી ઉડાડી.
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં શિવસેનાના ૧૮ સાંસદો ચૂંટાઇ આવ્યા. શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ તમામ સાંસદોને લઇને એકવીરા માતાજી ત્યારબાદ કોલ્હાપુરના અંબામાતાના દર્શને લઇ ગયા હતા. હવે ૧૬ જૂન ૨૦૧૯ના દિવસે ઉદ્ધવ ઠાકરે આ શિવસેનાના ૧૮ સાંસદોને લઇને અયોધ્યા જઇને રામલલ્લાના દર્શન કરવાના છે.
અયોધ્યા જવાનો ઉદ્દેશ માત્ર અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ આજ માત્ર ઉદ્ધવ ઠાકરેએ ધાર્યું છે. અયોધ્યા યાત્રાના માધ્યમથી શિવસેના ભારતીય જનતા પાર્ટી અને વિશેષ એટલે મોદી સરકારને ભવ્ય રામમંદિર નિર્માણના વચનની યાદ અપાવવાની છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલે એનડીએના મોદી સરકારમાં શિવસેનાના મિત્ર પક્ષ પણ છે. રાજ્યકક્ષાના પ્રધાન છે એવું હોવા છતા તેમણે ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતની ઠેકડી ઉડાડી અને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેનો અયોધ્યા મુલાકાત સાંસદોને અયોધ્યા બતાવવા માટે હશે તો વાંધો નથી પણ મંદિર નિર્માણ માટે સુપ્રિમકોર્ટના ચૂકાદા માટે તો રાહ જોવી જ પડશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZgzzJr
via Latest Gujarati News
0 Comments