
મોસ્કો, તા. 28 જુલાઇ, 2019, રવિવાર
રશિયામાં ખુલ્લી રીતે ચૂંટણીની માગ કરવા મોસ્કોને ઘેરી વળવાનો પ્રયાસ કરનાર ૧૪૦૦ જણાની પોલીસે અટકાયત કરી લીધી હતી. તાજેતરમાં ચૂંટણીની માગ કરી રહેલા લોકોની ઓ સૌથી મોટી ધરપકડ હતી.શનિવારે નીકળેલી પરવાનગી વિનાની રેલીમાં લગભગ ૩૫૦૦ લોકોએ ભાગ લીધો હતો.
શહેરમાં ચૂંટણી પર લડવા પર મુખ્ય વિરોધીઓને સત્તાવાળાઓએ અટકાવી દીધા હતા.મતદાન પહેલાં આ નિર્ણયને પરત લેવા સત્તાવાળાઓ પર દબાણ લાવવા લગભગ ૨૨૦૦૦ લોકો રસ્તા પર ઉતરી આવ્યાના થોડા દિવસો પછી જ ધરપકડ કરવામાં આવી હતી.શનિવારે વિરોધ પક્ષોએ હોલની બહાર દેખાવ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. કેટલાક દેખાવકારોને ઇજા થઇ હતી, એમ પોલીસે કહ્યું હતું.
યુરોપીયન સંઘે એક નિવેદન જારી કરી શાંતિપૂર્વક દેખાવ કરી રહેલા લોકો પર બળજબરી કરવા બદલ સત્તાવાળાઓની ટીકા કરી હતી. સત્તાવાળાઓ લોકશાહીની મૂલ્યો અને અભિવ્યક્તિના મૌલિક અિધકારને કચડવા ઇચ્છે છે, એમ તેમણે કહ્યું હતું. ગયા સપ્તાહની રેલી પછી તપાસકર્તાઓએ જેમને ગેરયાક ઠેરવ્યા હતા તેમના ઘરે દરોડા પાડયા હતા. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પણ રશિયન સત્તાવાળાઓની આ હરકતની ટીકા કરી હતી.
નવેસરથી વિરોધ કરવાની હાકલ કરનાર ક્રેમલિનના સૌથી મોટા ટિકાકાર એલેક્સી નાવાલ્નીને ૩૦ દિવસની સજા આપવામાં આવી હતી.શનિવારે બેઠક પહેલા અને તે દરમિયાન કેટલાક ઉમેદવારો અને કેટલાક ભાવિ ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલાઓમાં આગામી સપ્તાહે ફરીથી દેખાવની હાકલ કરનાર ઇલ્યા યાસીનનો સમાવેશ થતો હતો.
વિરોધ મોરચાઓ પર ધ્યાન રાખનાર એક સંસ્થાએ કહ્યું હતું કે ૧૩૭૩ જણાની ધરપકડ કરાઇ હતી.તેમના અનુસાર ચાર વર્ષ પછી ૨૦૧૨માં વ્લાદિમીર પુનિત ફરીથી પ્રમુખ બનતા ક્રેમલિનમાં તેમનો વિરોધ કરનારાઓ હજારો લોકો પછી આ દેખાવ સૌથી મોટો હતો.
નવેસરથી એટલા માટે દેખાવ યોજવામાં આવ્યા હતા કે પુતિનના શાસનના જીવન ધોરણનું રેટીંગને ઘટતા લોકો આક્રોશ ભરાયા હતા.હાલમાં ક્રેમલિન તરફી યુનાઇટેડ રશિયા પક્ષનું જેની પર પ્રભુત્વ છે તે મોસ્કોની ૪૫ સભ્યોની વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બરમાં થવાની છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZgMuvq
via Latest Gujarati News
0 Comments