6 વર્ષની આ બાળકીની આવક 55 કરોડ, માતા પિતાને ઘર ખરીદી આપ્યું

નવી દિલ્હી, તા. 28 જુલાઈ 2019, રવિવાર

સોશ્યલ મીડિયાના કારણે દક્ષિણ કોરિયાની માત્ર 6 વર્ષની બાળકી બોરમ કરોડો રુપિયાની કમાણી કરી રહી છે.

એક વર્ષમાં જ 55 કરોડની કમાણી કરનાર બોરમની બે યુ ટ્યુબ ચેનલ છે. તે સાઉથ કોરિયાની સૌથી મોટી યુ ટ્યુબ સ્ટાર મનાય છે. એક ચેનલ પર તે ટોય એટલે કે રમકડાનો રિવ્યૂ કરે છે અને બીજી ચેનલ વિડિલો બ્લોગ છે. બંને ચેનલના કુલ 30 મિલિયન જેટલા સબસ્ક્રાઈબર્સ છે.

તાજેતરમાં બોરમે પાંચ માળની એક ઈમારત દક્ષિણ કોરિયારની રાજધાની સિયોલમાં ખરીદી છે. આ બિલ્ડિંગ બોરમના પરિવાર માટે ખરીદવામાં  આવ્યુ છે. બોરમના પરિવારના સભ્યો જ તેની યુ ટ્યુબ ચેનલનુ સંચાલન કરે છે.

બોરમનો સૌથી ફેમસ વિડિયો 376 મિલિયન કરતા પણ વધારે વખત જોવાઈ ચુક્યો છે. આ વિડિયોમાં તે નૂડલ્સ બનાવતી નજરે પડે છે. જોકે તેના વિડિયો વિવાદોમાં પણ ઘેરાયેલા છે. સાઉથ કોરિયાની એનજીઓ સમક્ષ કેટલાક નાગરિકોએ ફરિયાદ પણ કરી હતી કે, બોરમના વિડિયોના કારણે યુવા વર્ગ પર નકારાત્મક અસર પડે છે. આ વિડિયોમાં બોરમને પિતાના પર્સમાંથી પૈસા ચોરતી બતાવાઈ હતી. એક વિડિયોમાં તે કાર ચલાવતી નજરે પડી હતી.

જોકે બોરમ એકલી જ કરોડપતિ બાળક નથી. અમેરિકાના સાત વર્ષના રિયાન કાજીએ યુ ટ્યુબ થકી 152 કરોડની આવક મેળવી હતી. તે પણ યુ ટ્યુબ પર ટોય ચેનલ ચલાવે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K8kTX0
via Latest Gujarati News

Post a Comment

0 Comments