
કલકત્તા, તા. 28 જુલાઇ 2019, રવિવાર
પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયુ છે. અહીં પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે, રાજકીય દળના નેતાઓ અને કાર્યકર્તાઓની હત્યા હવે સામાન્ય થઈ ગઈ છે. પ્રદેશમાં એક વખત ફરી રાજકીય કાર્યકર્તાની હત્યાના બનાવ સામે આવ્યા છે.
પશ્ચિમ બંગાળના હુગલીમાં ભાજપ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે. હત્યાનું કારણ રાજકીય ષડયંત્ર હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ એક અઠવાડિયા પહેલા તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી.
એક અઠવાડિયામાં બીજી હત્યા
પશ્ચિમ બંગાળમાં વર્ચસ્વની લડાઈ હવે હત્યામાં આવીને અટકી છે. અહીંયા વારંવાર રાજકીય પાર્ટીઓ વચ્ચે માર-પીટ અને ઝઘડાના સમાચાર જોવા મળે છે અથવા તો હત્યાના છેલ્લા એક અઠવાડિયામાં પ્રદેશના બે રાજકીય પાર્ટીના બે કાર્યકર્તાની હત્યા થઇ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yilsI5
via Latest Gujarati News
0 Comments