
નવી દિલ્હી, તા. 28 જુલાઇ 2019, રવિવાર
ચંદ્રની સફરે જવા નિકળી ચુકેલા ચંદ્રયાન-2ને લઈને વધુ એક સારી ખબર ઈસરોને મળી છે.
22 જુલાઈએ રવાના થયેલા ચંદ્રયાનના ઓર્બિટરનુ આયુષ્ય એક વર્ષ લંબાવી શકાય છે. આ પહેલા ઈસરોનુ અનુમાન હતુ કે, ચંદ્રયાનનુ ઓર્બિટર એક વર્ષ કામ કરશે પણ હવે તે બે વર્ષ સુધી કાર્યરત રહી શકે તેવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.
આ પહેલા જોકે ઈસરોના ચેરમેન કે સિવને ચંદ્રયાનનુ ઓર્બિટર 1 વર્ષ સુધી કામ કરશે તેમ કહ્યુ હતુ.જોકે હવે વૈજ્ઞાનિકોને લાગે છે કે, તે બે વર્ષ માટે કામ કરી શકે છે. મિશન સાથે જોડાયેલા એક અધિકારીના કહેવા પ્રમાણે ચંદ્રયાન-1માં પાવર કન્વર્ટરની સમસ્યા હતી. આ સમસ્યાનો ચંદ્રયાન-2ને લોન્ચ કરતા પહેલા ઉકેલ લાવી દેવાયો છે.
ઉપરાંત અપેક્ષા કરતા સારી રીતે ચંદ્રયાનનુ લોન્ચિંગ થવાના કાણે તેના 40 કિલો ફ્યુલની બચત થઈ છે. હવે ઓર્બિટર માટે ચંદ્રયાનમાં એક વર્ષ કરતા પણ વધારે સમય માટે કામ કરવા જેટલુ ફ્યુલ બચશે તેવુ અમારૂ અનુમાન છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SJjSs8
via Latest Gujarati News
0 Comments