કર્ણાટક : વિશ્વાસના મત પહેલા 14 બળવાખોર ધારાસભ્યોને સ્પીકરે ગેરલાયક ઠેરવ્યા

નવી દિલ્હી, તા. 28 જુલાઈ 2019, રવિવાર

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય નાટકમાં નવો વળાંક આવ્યો છે.સોમવારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર થનારા મતદાન પહેલા સ્પીકરે કોંગ્રેસ અને જેડીએસમાંથી બગાવત કરનારા 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે.

આ પહેલા રમેશ કુમાર ત્રણ અન્ય બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઘોષિક કરી ચુક્યા છે.

સ્પીકર રમેશ કુમારે કહ્યુ હતુ કે, મારા પર જે રીતે દબાણ કરાઈ રહ્યુ હતુ તેનાથી હું ડિપ્રેશનમાં આવી ગયો હતો.મેં વાયદો કર્યો હતો કે, થોડા દિવસોમાં હું નિર્ણય લઈશ, હું સમસમર્યાદાનુ સન્માન કરનાર વ્યક્તિ છું.

તેમણે કહ્યુ હતુ કે, સ્પીકર પદેથી મને હટાવવા માટે ભાજપ મારી સામે પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તો મને ચિંતા નથી.

સૂત્રોનુ કહેવુ છે કે, ભાજપના બી એસ યદુરપ્પા તરફથી વિશ્વાસનો મત લેતા અગાઉ રમેશ કુમારને સ્પીકરપદ ખાલી કરવા માટે સંદેશ અપાયો હતો.

કોંગ્રેસ અને જેડીએસની સરકાર ગબડાવી દીધા બાદ આવતીકાલે ભાજપ વિધાનસભામાં સરકાર બનાવવા માટે દાવો રજૂ કરશે.જેના પર મતદાન થશે



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JWLDea
via Latest Gujarati News

Post a Comment

0 Comments