
લંડન, તા. 28 જુલાઇ, 2019, રવિવાર
માણસ અને વાનર વચ્ચેના સંબંધોની સાબીતી વિજ્ઞાન આપી ચૂકયું છે. ગોરિલ્લા માણસોની જેમ જ નાના મોટા સમૂહમાં રહે છે જેમાં મુખ્ય નર, કેટલીક માદાઓ અને બચ્ચાઓ હોય છે પરંતુ ગોરિલ્લાઓમાં પણ માણસની જેમ જાતિ હોવાનું કેમ્બ્રિજ યૂનિવર્સિટીના સંશોધનમાં બહાર આવ્યું છે.
ગાંઢ જંગલોની વચ્ચે રહેતા ગોરિલ્લાઓનું વર્તન સમજવું એ સંશોધકો માટે પડકાર સમાન હતું. ગોરિલ્લાઓ સામાજિક આદાન પ્રદાન સાથે જોડાયેલા વર્તનના વર્ષો સુધીના નીરિક્ષણના અંતે કેટલીક અટપટ્ટી જાણકારી પ્રાપ્ત થઇ છે.
સંશોધકોના ધ્યાનમાં આવ્યું છે કે ગોરિલ્લા પોતાના પરીવારથી દૂર અલગ નાત અને જાતના સંબંધોવાળી એકસટેંડેટ ફેમિલી બનાવે છે જેમાં ૧૩ ગોરિલ્લાઓ હોય છે. આ ઉપરાંત આનાથી મોટા એવો સમૂહો પણ હતા જેમાં સરેરાશ ૩૯ જેટલા ગોરિલ્લા હતા. જો કે તેઓ એક બીજાથી સંબંધથી જોડાયેલા ન હતા તેમ છતાં અરસપરસ વાતો કરતા હતા.
કેમ્બ્રિજ યૂનિવર્સિટીના જૈવિક માનવ વિજ્ઞાની અને આ સ્ટડીનું નેતૃત્વ કરી રહેલા રોબીન મોરિસને જણાવ્યું કે આ ગોરિલ્લા ઓની પણ શરુઆતના આદિ માનવની જેમ ગામ, નાનો સમૂહ કે પછી જનજાતિ હોઇ શકે છે એટલું જ નહી સંશોધકોના ધ્યાનમાં એ પણ આવ્યું કે માણસોની જેમ ગોરિલ્લાઓને પણ ઉત્સવ અને તહેવારનો સમય હોય છે. વર્ષમાં એવા પણ અગમ્ય અવસર હોય છે જેમાં ગોરિલ્લાઓ ભેગા થઇને ફળ ખાય છે.
મોરિસનનું માનવું છે કે ગોરિલ્લાઓએ એક બીજા પાસેથી ખોરાક સુધી પહોંચવાની ટ્કિ શીખવા આમ કરતા હશે. મતલબ કે આનાથી કલેકટિવ મેમોરી ઉભી થઇ શકે. સાયન્સ પત્રિકા પ્રોસિડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટી માં પ્રકાશિત આ સ્ટડીમાં જણાવ્યા મુજબ મોરિસનનું માનવું છે કે અમારા સ્ટડી મુજબ લૂપ્ત થવાની અણી પર આવી ચૂકેલું આ પ્રાણી ખૂબજ સમજદાર અને પ્રગતિશીલ છે. વૈજ્ઞાાનિકોને આશા છે કે આ સ્ટડીથી માણસોના સામાજિક વ્યહવારની ઉત્પતિને સમજવામાં મદદ મળશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y9sUov
via Latest Gujarati News
0 Comments