
(પીટીઆઈ) સિડની, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર
સિડનીના ઉપનગર ઈસ્ટવુડ ખાતે એક અણઘડ વાહન ચાલકે 270 કિગ્રા ડ્રગ ભરેલી વાન પોલીસ સ્ટેશનના બહાર ઉભેલી પેટ્રોલ કાર સાથે અથડાવતા 14 કરોડ ડોલરના ડ્રગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
28 વર્ષીય વાન ચાલકે પોતાના વાહનથી પોલીસ સ્ટેશનના બહાર પાર્ક કરવામાં આવેલી કારને ટક્કર મારી હતી જેથી પોલીસની ગાડીનું બોનેટ કચડાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને એક કલાકની અંદર જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ દરમિયાન વાહનની તલાશી લેવામાં આવતા તેમાંથી પૂંઠાના ખોખાઓમાં પેક કરવામાં આવેલું 273 કિગ્રા ડ્રગ હાથ લાગ્યું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે સીસીટીવી ફુટેજની મદદથી તેમણે પોલીસની ગાડીને ટક્કર મારનાર વાહન શોધી કાઢ્યું હતું જેમાંથી 14 કરોડનું મૂલ્ય ધરાવતું મેથામ્ફેટામાઈન ડ્રગ મળી આવ્યું હતું. ધરપકડ બાદ વાનના ચાલક પર ડ્રગની હેરાફેરી કરવાનો અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ચાર્જ લગાવવામાં આવ્યો હતો અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OaXWaD
via Latest Gujarati News
0 Comments