
નવી દિલ્હી, 26 જુલાઈ 2019, શુક્રવાર
દિગ્ગજ ટેક કંપની એપલએ ચિપસેટ નિર્માતા કંપની ઈંટેલના સ્માર્ટફોન મોડેમ ડિવિઝનને ખરીદી લીધું છે. રિપોર્ટ અનુસાર આ ડીલ 1 અરબ ડોલર એટલે કે 69 અરબ રુપિયામાં થઈ છે. એપલ અને ઈંટેલ વચ્ચે આ ડીલ થશે તેની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી પરંતુ હવે તેના પર મંજૂરીની મહોર લાગી ચુકી છે. મહત્વપૂર્ણ છે કે એપલની આગામી વાયરલેસ ટેકનીક માટે આ ડીલ ઉપયોગી સાબિત થશે.
એપલ સાથે ડીલ થવાથી ક્વોલકોમ અને ઈંટેલ વચ્ચેના વિવાદ પર પણ પૂર્ણવિરામ મુકાયું છે. એપલ કંપની ઘણા સમયથી પ્રયત્ન કરી રહી હતી કે ચિપસેટ માટે ક્વાલકોમ પર તેની નિર્ભરતા ઓછી થાય અને તે પોતાની રીતે કામ કરી શકે. આ દ્રષ્ટિથી પણ આ ડીલ એપલ માટે મહત્વની સાબિત થશે. આ ડીલ થવાની સાથે જ વર્ષના અંત સુધીમાં એપલ ઈંટેલના અંદાજે 2000 કર્મચારીઓને નોકરી આપશે અને વાયરલેસ ટેકનોલોજીની 17,000 પેટેંટ લેશે. ઈંટેલ અને એપલ વચ્ચેની આ ડીલ આ વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે પૂર્ણ થઈ જશે. જો કે આ ડીલ બાદ ચિપસેટના કારોબારમાં ક્વાલકોમની મજબૂતી વધી જશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K2d5G6
via Latest Gujarati News
0 Comments