કૂલભૂષણ જાધવના પરિવારને મળ્યાં પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ

નવી દિલ્હી, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર

ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પાકિસ્તાનની જેલમાં સબડી રહેલા કૂલભૂષણ જાધવના પરિવારની મુલાકાત લીધી હતી અને ભારત સરકાર શી રીતે જાધવને બચાવી લેવાના પ્રયાસો કરી રહી છે એેની માહિતી આપી હતી.

પાકિસ્તાને ભારતીય જાસૂસ હોવાના બનાવટી દાવા હેઠળ જાધવને પકડ્યા હતા અને પાકિસ્તાનની કોર્ટે તેમને મોતની સજા ફરમાવી હતી. એ સામે ભારતે ઇન્ટરનેશનલ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તાજેતરમાં ઇન્ટરનેશનલ કોર્ટે પાકિસ્તાનના જાધવ જાસૂસ હોવાના દાવાને ફગાવી દીધો હતો. જાધવ જાસૂસ છે એવો એક પણ પુરાવો પાકિસ્તાન રજૂ કરી શક્યું નહોતું. 

ઇન્ટરનેશનલ કોર્ટે પાકિસ્તાનને તાકીદ કરી હતી કે જાધવને મોતની સજા કરવી નહીં. આખોય કેસ ફરી ચલાવવાની સલાહ પાકિસ્તાનને આપવામાં આવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Gvy2bn
via Latest Gujarati News

Post a Comment

0 Comments