ઉસ્માનાબાદમાં ખેતરમાં વીજળીના થાંભલાનો કરંટ લાગતાં ખેડૂતનું મોત


મુંબઈ, તા. 30 જૂન 2019, રવિવાર

ઉસ્માનાબાદના કળંબ તાલુકાના બોર્ડા ખાતે રામેશ્વર મનોહર શેળકે નામક ખેડૂતનું વિજળીનો શોક લાગવાથી મૃત્યુ થયું છે. શનિવારે વાવણી ચાલું હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં એક બળદનું પણ મૃત્યુ થયું છે.

રામેશ્વર શેળકે અલ્પભૂધારક ખેડૂત છે. કુટુંબ વ્યવહાર ચલાવવા માટે તેઓ ખેતી સાથે મજૂરીનું પણ કામ કરતાં હતાં. બે દિવસની વરસાદની હાજરીમાંજ બધે વાવણીનું કામ શરુ થઈ ગયું છે. બે પૈસાં મળે તે માટે બોર્ડાના અનંત ભગવાન શેળકેના ખેતરમાં તેઓ વાવણી કરવા ગયા હતાં ત્યારે આ દુર્ઘટના બની હતી.  

ખેતરમાં ઊભા કરાયેલાં વીજળીના થાંભલામાં કરંટ પસાર થતો હતો. વાવણી દરમ્યાન બળદનો સ્પર્શ વીજળીના થાંભલાને થતાં તેને કરંટ લાગ્યો. તે સમયે બળદને બચાવવા જતાં રામેશ્વરને પણ કરંટ વાગ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. રામેશ્વરના આ રીતે અચાનક ચાલ્યા જવાથી તેના પરિવારમાં દુઃખની લાગણી ફરી વળી છે.  



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XamL5P
via Latest Gujarati News

Post a Comment

0 Comments