આજે નડાલ વિ. કિર્ગીઓસ:હાલેપ,પ્લીસકોવા અને ક્વિટોવાની આગેકૂચ


લંડન, તા. 3 જુલાઈ 2019, બુધવાર

સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે વિમ્બલ્ડનમાં વિજયી શુભારંભ કરતાં જાપાનના સુગીર્તોને સીધા સેટોમાં ૬-૩, ૬-૧, ૬-૩થી હરાવ્યો હતો. હવે નડાલ આવતીકાલે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી કિર્ગીઓસ સામે ટકરાશે. ગઈકાલે મોડી રાત્રે પુરી થયેલી અન્ય એક મેચમાં ૧૩મો સીડ ધરાવતા સિલીચે ફ્રાન્સના મેન્નારિનોને ૭-૬ (૮-૬), ૭-૬ (૭-૪), ૬-૩થી હરાવીને આગેકૂચકરી હતી. 

જોકે સ્વિત્ઝર્લેન્ડના ટેનિસ સ્ટાર વાવરિન્કાને અમેરિકાના ઓપેલ્કાએ ૭-૫, ૩-૬, ૪-૬, ૬-૪, ૮-૬થી પરાસ્ત કર્યો હતો. કેનેડાના રાઓનિકે ૭-૬ (૭-૧), ૭-૫, ૭-૬ (૭-૪)થી નેધરલેન્ડના રોબિન હાસને હરાવ્યો હતો. બેલ્જીયમના ડેવિડ ગોફિને ફ્રાન્સના જેરેમી ચાર્ડી સામે ૬-૨, ૬-૪, ૬-૩થી વિજય મેળવ્યો હતો. 

વિમેન્સ સિંગલ્સમાં સાતમો સીડ ધરાવતી રોમાનિયાની સિમોના હાલેપે તેના જ દેશની બુઝારેનેસ્કુને ૬-૩, ૪-૬, ૬-૨ના જોરદાર સંઘર્ષ બાદ પરાસ્ત કરી હતી. ત્રીજો સીડ ધરાવતી ચેક રિપબ્લિકની પ્લીસકોવાએ પણ કોસ્ટારિકાની પ્યુગને ૬-૦, ૬-૪થી હરાવી હતી. આઠમો સીડ ધરાવતી સ્વિટોલીના સામે રશિયાની ગાસ્પારીન ૭-૫, ૫-૬ના સ્કોર પર ઈજાગ્રસ્ત બનતા ખસી ગઈ હતી.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Nw3uwp
via Latest Gujarati News

Post a Comment

0 Comments