શહીદ ઔરંગઝેબના બે ભાઇઓ લશ્કરમાં જોડાયા

શ્રીનગર, તા. 23 જુલાઇ મંગળવાર 

ભારતીય લશ્કરમાં ફરજ બજાવતાં બજાવતાં શહીદ થયેલા ઔરંગઝેબ નામના સૈનિકના વધુ બે ભાઇઓ લશ્કરમાં જોડાયા હતા. મુહમ્મદ તારીક અને મુહમ્મદ શબ્બીરે લશ્કરી કવાયતમાં ભાગ લીધો.

ગયા વર્ષના જૂનમાં રાજૌરી વિસ્તારમાં ફરજ બજાવતા રાષ્ટ્રીય રાયફલના જવાન ઐારંગઝેબને આતંકવાદીઓએ એની ટુકડીથી અલગ કરીને એની હત્યા કરી નાખી હતી. આમ છતાં શહીદ ઔરંગઝેબના બે ભાઇઓ આ વરસે લશ્કરમાં જોડાયા હતા અને કશ્મીરી યુવાનો માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું.

લશ્કરી તાલીમ પૂરી કર્યા બાદ મુહમ્મદ તારીકે મિડિયાને કહ્યું હતું કે હું આતંકવાદની સામે લડતો રહીશ. મને મારા દેશ પર ગૌરવ છે. તો મુહમ્મદ શબ્બીરે કહ્યું કે અમે બંને દેશની સેવા કરવા ઉત્સુક છીએ.

સોમવારે થયેલી લશ્કરી પરેડમાં આ બંનેનાં માતાપિતા પણ હાજર હતાં. ઔરંગઝેબ ઇદ ઊજવવા પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે એના પર આતંકવાદીઓ ત્રાટક્યા હતા. એનો મૃતદેહ પુલવામાના ગુસ્સુ ગામમાં મળી આવ્યો હતો.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JMHA45
via Latest Gujarati News

Post a Comment

0 Comments