અમે અણુશસ્ત્રો છોડવા તૈયાર છીએ : પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન

વૉશિંગ્ટન, તા. 23 જુલાઇ 2019, મંગળવાર

વડા પ્રધાન થયા બાદ અમેરિકાની પહેલી મુલાકાતે ગયેલા પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને એક મુલાકાતમાં દાવો કર્યો હતો કે, ભારત અણુશક્તિ છોડવા તૈયાર હોય તો અમે અણુશસ્ત્રો છોડી દેવા તૈયાર છીએ.

ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાને આ દાવો કર્યો હતો.

એક સવાલના જવાબમાં એણે કહ્યું હતું કે અણુ યુદ્ધ કોઇને માટે હિતકારી વિકલ્પ નથી. ભારત પાકિસ્તાનની સરહદ 2500 કિલોમીટર લાંબી છે. અણુયુદ્ધ કોઇને પરવડે એવું નથી. છેલ્લા થોડા સમયથી એવી ઘટનાઓ બની હતી જેને કારણે બંને દેશો વચ્ચેના ટેન્શનમાં વધારો થયો હતો. છેલ્લાં 70 વર્ષોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અશાંતિ પ્રવર્તી રહી છે. 

અમેરિકા એક મહાસત્તા છે અને ધારે તો ભારત પાકિસ્તાન વચ્ચેના વિગ્રહમાં મધ્યસ્થ થઇ શકે છે. એકમાત્ર કાશ્મીર મુદ્દો એવો છે જેને કારણે આ બંને દેશો વચ્ચેનો તનાવ ઘટતો નથી.

   



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30Nv5uA
via Latest Gujarati News

Post a Comment

0 Comments