કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી, સ્કૂલ-કૉલેજો બંધ

બેંગાલુરૂ, તા. 23 જુલાઇ 2019, મંગળવાર

રાજકીય કટોકટીમાંથી પસાર થઇ રહેલા કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી થતાં સ્કૂલ-કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. કુદરત વિફરે તો પરિસ્થિતિ સામે લડવા વહીવટી તંત્ર કમર કસી રહ્યું હતું.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આવતા 24 કલાકમાં કેરળ, કર્ણાટકના કાંઠા વિસ્તારો, દક્ષિણ કોંકણ વિસ્તાર અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. એ માટે સંબંધિત તંત્રોને સાબદા રહેવાની તાકીદ કરવામાં આવી હતી.

કર્ણાટકના ઉડુપી વિસ્તારમાં વરસાદે કાળો કેર વર્તાવ્યો હતો અને હજુ પણ ભારે વરસાદની આગાહી જાહેર થતાં સ્થાનિક વહીવટી તંત્રે સ્કૂલ-કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરી હતી. સમગ્ર ઉડુપી વિ્સતારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને આજે સરકારી કચેરીમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JKXmw5
via Latest Gujarati News

Post a Comment

0 Comments