ટ્વિટર પર ન દેખાય ટ્વીટ તો આ હોય શકે છે કારણ, જાણો તમે પણ


નવી દિલ્હી, 23 જુલાઈ 2019, મંગળવાર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર સાર્વજનિક વાતચીતને વધારે પારદર્શી બનાવવા માટે એક નવું ફીચર શરૂ કરવા જઈ રહ્યું છે. આ ફિચરની મદદથી યૂઝર જાણી શકશે કે ટ્વિટ થ્રેડમાંથી કોઈ ટ્વિટ ગાયબ શા માટે છે. આ ફિચર આગામી દિવસોમાં એક્ટિવ થઈ જશે અને તેની વિગતવાર જાણકારી પણ ઉપલબ્ધ થશે.

આ નવું ફિચર એક્ટિવ થવાથી યૂઝરને થ્રેડમાં ધિસ ટ્વીટ ઈઝ અનઅવેલેબલ લખેલું જોવા મળશે અને સાથે જ શા માટે તે ટ્વિટ જોવા નથી મળતી તેનું કારણ પણ જોઈ શકાશે. ઘણીવાર એવું બને છે કે ટ્વિટર પર વાતચીત થાય તેમાંથી કેટલીક ટ્વીટ થોડા સમય પછી જોવા મળતી નથી. આમ થવાનું કારણ આજ સુધી યૂઝર્સ જાણી શકતા ન હતા. પરંતુ હવે નવા ફીચરની મદદથી ટ્વિટર વાતચીતનો સંદર્ભ સમજાવવાનો પ્રયત્ન કરશે. ટ્વિટર યૂઝર્સને એ પણ જણાવશે કે ટ્વીટ શા માટે દેખાતી નથી. 

કોઈ પોસ્ટ કે ટ્વીટ જ્યારે થ્રેડમાં દેખાતી બંધ થશે તો ટ્વિટર નોટિસ આપશે જેના પર લખેલું હશે કે આ ટ્વીટ અવેલેબલ નથી. સાથે જ ટ્વીટ શા માટે વિઝિબલ નથી તેનું વિવિરણ પણ જોવા મળશે. યૂઝર્સને ટ્વિટર જણાવશે કે ટ્વીટ ડિલીટ કરવામાં આવ્યું છે. પોસ્ટ કરનારનું અકાઉંટ પ્રોટેક્ટેડ હશે અથવા તો ટ્વીટમાં કોઈ એવા કી વર્ડ હશે જેને બ્લોક કરવામાં આવ્યા હોય તો પણ તેના વિશે યૂઝર્સને જાણકારી મળી જશે. જેથી યૂઝરને ટ્વીટ ન દેખાવાનું કારણ ખબર પડી જશે. 

ઉલ્લેખનીય છે કે ટ્વીટ માટે આ નવા ફીચર ઉપરાંત નવા લેબલ્સનું પણ ટેસ્ટિંગ ટ્વિટર કરી રહ્યું છે. કંપની ઓરિજીનલ ટ્વીટ કરનારની પ્રોફાઈલ ફોટોની પાસે માઈક્રોફોન આઈકન, પોસ્ટમાં ટેગ, યૂઝર્સની ટ્વીટ પાસે @ સાઈન અને ટ્વીટ સાથે ચેકમાર્ક આઈકન દેખાડી શકાય તે માટે પણ વિચારી રહી છે. જો કે ગાયબ થતી ટ્વીટના કારણ જણાવતું ફીચર આગામી સપ્તાહથી એક્ટિવ થઈ જશે તેવું અનુમાન છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JJC2ak
via Latest Gujarati News

Post a Comment

0 Comments