લાહોર, તા. 23 જુલાઇ 2019, મંગળવાર
પાકિસ્તાની યુવતીઓને લગ્નની લાલચ આપીને ચીનમાં લઇ ગયા બાદ તેમની પાસે વેશ્યાગીરી કરાવતી એક ટોળીના બે સભ્યોને પકડી પાડ્યાનો દાવો પાકિસ્તાની પોલીસે કર્યો હતો.
પાકિસ્તાનના એક અખબારે પ્રગટ કરેલા રિપોર્ટ મુજબ એક મહિલાએ પોલીસમાં એવી ફરિયાદ કરી હતી કે મારી નાની બહેન ચીની નાગરિકો સાથે અનુવાદક તરીકે કામ કરતી હતી. એવા એક ચીની આદમીએ મારી બહેનને ફોન કરીને ચાકરી રોડ પર બોલાવી અને ત્યાં એને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કર્યું. મારી બહેને ના પાડી ત્યારે એનું ગળું દબાવીને એને મારી નાખવાનો પ્રયાસ કર્યો જેથી પોતે ઓળખાઇ ન જાય. જોકે, ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ એેને બચાવી લીધી હતી.
આ વર્ષના મે માસમાં પોલીસે આઠ ચીની સ્ત્રી-પુરૂષોની ધરપકડ કરી હતી. પોલીસે એવો દાવો કર્યો હતો કે આ લોકો પાકિસ્તાની યુવતીઓને સારી નોકરી અપાવવાની કે લગ્ન કરાવી આપવાની લાલચ આપીને ચીન લઇ જતાં હતાં અને ત્યાં પાકિસ્તાની યુવતીઓને વેશ્યાગીરી કરવાની ફરજ પાડવામાં આવતી હતી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની યુવતીઓ ખૂબસુરત હોવાથી ચીનમાં તેમની મોટી માગ હોય છે. ચીની નાગરિકો સ્થાનિક વેશ્યાઓને બહુ પસંદ કરતા નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y0FINF
via Latest Gujarati News
0 Comments