છેડતી રોકવા મમતાના રાજમાં નવો પ્રયોગ

કલકત્તા, તા. 3 જુલાઈ 2019, બુધવાર

પશ્ચિમ બંગાળના માલદા વિસ્તારમાં એક સરકારી સ્કૂલે હાસ્યાસ્પદ પ્રયોગની જાહેરાત કરી હતી. સ્કૂલોમાં છોકરીઓની થતી છેડછાડ રોકવા આ સ્કૂલે એવો ફતવો બહાર પાડ્યો હતો કે ત્રણ દિવસ છોકરાઓ સ્કૂલમાં આવે અને ત્રણ દિવસ છોકરીઓ સ્કૂલમાં આવે. માલદાના હબીબ પુર વિસ્તારની ગિરિજા સુંદરી વિદ્યા મંદિરે આ પ્રયોગની જાહેરાત કરી હતી.

જો કે રાજ્ય સરકારે આ પ્રયોગ સામે વાંધો-વિરોધ જાહેર કર્યો હતો. શિક્ષણ પ્રધાન પાર્થ ચેટરજીએ મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે આવો વિચિત્ર પ્રયોગ ચાલી શકે નહીં. અમે સ્કૂલના વહીવટકર્તાઓને જણાવીશું કે તત્કાળ આ નિર્ણય પાછો ખેંચવામાં આવે. આવા નિર્ણયને રાજ્ય સરકાર સાથ-સહકાર નહીં આપે.

સ્કૂલના પ્રિન્સિપાલ રવીન્દ્રનાથ પાંડેએ કહ્યું હતું કે છેડતીની ઘટનાઓ વધી જતાં અમારે આવો નિર્ણય કરવો પડ્યો હતો.  સોમવાર, મંગળવાર અને શુક્રવારે છોકરીએા સ્કૂલમાં આવશે અને બાકીના ત્રણ દિવસોએ છોકરાઓ સ્કૂલમાં આવશે. અમારા આ પ્રયોગથી છોકરાછોકરીઓ સાથે નહીં હોવાથી છેડતીના બનાવો ઘટી જશે.

અત્રે એ યાદ કરવા જેવું છે કે પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણ વધી જવાની ફરિયાદ થઇ ત્યારે એ સમયના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અઠવાડિયામાં અમુક દિવસ અમુક નંબરનાં વાહનો દોડે અને બાકીના દિવસે અમુક નંબરના વાહનો દેાડે એવો શેખચલ્લી પ્રયોગ કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YCOtcU
via Latest Gujarati News

Post a Comment

0 Comments