જયપુર : સાત વર્ષની બાળકી પર બળાત્કાર

જયપુર, તા.3 જુલાઈ 2019, બુધવાર

રાજસ્થાનના જયપુર શહેરમાં શાસ્ત્રી નગર વિસ્તારની સાત વર્ષની એક બાળકી પર બળાત્કાર થવાની ઘટનાએ હોબાળો મચાવી દીધો હતો અને અફવાના પગલે વાતાવરણ તંગ થઇ જતાં સાતેક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવી પડી હતી. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસે નહીં એ માટે અનામત પોલીસ દળને ગોઠવવામાં આવ્યું હતું.

સોમવારે રાત્રે બનેલી આ ઘટના પછી લોકો એટલી હદે ઉશ્કેરાયા હતા કે સેંકડો લોકોએ કાંવટિયા હૉસ્પિટલની બહાર દેખાવો કર્યા હતા. પોલીસે જણાવ્યા મુજબ મોટરસાઇકલ પર આવેલા એક અજનબીએ આ બાળકીનું અપહરણ કરીને એને નિર્જન વિસ્તારમાં લઇ જઇ એના પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ એને એના ઘર પાસે રઝળતી મૂકીને નાસી ગયો હતો. આ ઘટનાના પગલે લોકો ઉશ્કેરાઇ ગયા હતા. અફવા ફેલાતી રોકવા ઓછામાં ઓછા તેર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થોડા કલાકો માટે ઇન્ટરનેટની સેવા બંધ કરી દેવી પડી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J7Uvx9
via Latest Gujarati News

Post a Comment

0 Comments