આવા સાંસદો દેશનું શું ભલું કરશે, ભલા ?

જલંધર, તા.3 જુલાઈ 2019, બુધવાર

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ અભિનેતા કમ ભાજપના સાંસદ સની દેઓલની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે જુઓ, ભાજપના આવા સાંસદ દેશનું શું ભલું કરવાના હતા ? સરકારી કામકાજ અને બીજી સત્તાવાર જવાબદારીઓ અંગેની બેઠકમાં પોતાનો પ્રતિનિધિ મૂકીને સની મુંબઇ પોતાની ફિલ્મ કારકિર્દી સાચવવા ચાલ્યો ગયો.

અગાઉ ભાજપના અમદાવાદ પૂર્વના સાંસદ અભિનેતા પરેશ રાવલ માટે પણ આવીજ આકરી ટીકા કોંગ્રેસી નેતાઓએ કરી હતી.

પ્રિયંકા ગાંધીએ સોશ્યલ મિડિયા પર લખ્યું કે ગુરુદાસપુરની જનતાએ સુનીલ જાખડના સ્થાને સની દેઓલને ચૂંટતી વખતે એવી કલ્પના કરી હતી કે અમારી મદદ માટે સની દેઓલ અહીં પાંચ વર્ષ હાજર રહેશે પરંતુ આવી સેલેબ્રિટી માત્ર પોતાના અહંકારની પુષ્ટિ માટે ચૂંટણી લડતી હોય છે. કોઇ ફિલ

ફિલ્મી સેલેબ્રિટીએ કદી પ્રજાનું કોઇ કામ કર્યું નથી. તાજો દાખલો સની દેઓલનો છે જેણે વહીવટી કાર્યો માટે પોતાનો પ્રતિનિધિ અહીં મૂકી દીધો છે.

જો કે પંજાબ કોંગ્રેસ પ્રમુખ અને જેમના નામનો ઉલ્લેખ પ્રિયંકાએ કર્યો છે એ સુનીલ જાખડે આ બાબતને કોઇ પ્રતિભાવ દર્શાવ્યા નથી. સની દેઓલ પહેલીવાર ગુરુદાસપુર સંસદીય બેઠક પરથી ચૂંટાયા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LwhFyI
via Latest Gujarati News

Post a Comment

0 Comments