મુંબઇ, તા. 3 જુલાઇ 2019, બુધવાર
છેલ્લા પાંચ દિવસથી થઇ રહેલા મૂશળધાર વરસાદથી મુંબઇ બેહાલ છે. જોકે બુધવારે મુંબઇને વરસાદમાં થોડી રાહત મળવાની સંભાવના છે. હવામાન ખાતાએ ત્રીજી જુલાઇએ હળવા વરસાદનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. હવામાન ખાતા અનુસાર આ રાહત થોડા વખત માટે જ છે અને ગુરુવારે ફરી વખત ભારે વરસાદના અણસાર છે.
જોકે સોમવાર જેટલો વરસાદ ગુરુવારે નહીં વરસે એવી સંભાવના છે. આ પહેલા મંગળવારે રાતે પણ વરસાદે વિરામ લેતા મુંબઇગરાઓએ રાહતના શ્વાસ લીધાં. તો બુધવારે હાઇ ટાઇડની ચેતવણી જારી કરવામાં આવી છે.
છેલ્લા ચાર દિવસમાં મુંબઇમાં 795 મિમી વરસાદ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં મુંબઇ સિટી અને સબઅર્બન વિસ્તારોમાં અવારનવાર વરસાદના ઝાપટાં વરસી શકે છે. કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પણ થઇ શકે છે. મુંબઇમાં બપોરે 12:35 વાગ્યે 4.69 મીટર હાઇ ટાઇડની ચેતવણી આપવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J6Y1aT
via Latest Gujarati News
0 Comments