ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટ્યોઃ 6ના મૃત્યુ, 20થી વધારે લાપતા

મુંબઇ, તા. 3 જુલાઇ 2019, બુધવાર

ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના રત્નાગિરીમાં આવેલો તિવરે ડેમ તૂટી ગયો છે. આ ડેમની નીચે વસેલા 7 ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. પાણીનો મોટો જથ્થો ધસી આવતા અનેક જણાં તણાઇ ગયા હતાં. અત્યાર સુધી 6 મૃતદેહ હાથ લાગ્યાં છે જ્યારે 20થી વધારે જણા હજુ લાપતા છે. NDRFની ટીમ સતત બચાવકાર્ય ચલાવી રહી છે.

ડેમની પાસે બનેલા 12 ઘર સંપૂર્ણપણે વહી ગયા છે. ઘટનાની જાણકારી મળતા જ જિલ્લા પ્રશાસને રાહતકાર્ય શરૂ કર્યું અને ઘટનાસ્થળે NDRFની ટીમને મોકલી દીધી. સતત વરસાદના કારણે ડેમનું જળસ્તર વધી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રવિવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રિપોર્ટ અનુસાર ડેમ તૂટતા જે 12 ઘરો વહી ગયા તેમાં રહેતા લોકો ગાયબ હોવાનો અંદેશો છે. જિલ્લા પ્રશાસન સાથે પોલીસ અને કેટલીક સ્વયંસેવી સંસ્થાઓએ પણ રાહત અને બચાવકાર્ય શરૂ કર્યું છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KTliiH
via Latest Gujarati News

Post a Comment

0 Comments