
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.23 જુલાઈ 2019, મંગળવાર
અક્ષય કુમારે બોલીવૂડમાં અત્યાર સુધીમાં એકટિંગ, સિંગીગનો અનુભવ લઇ ચુક્યો છે. પરંતુ હવે તે એક પગલુ આગળ વધવાનો છે. તે પણ રણવીર સિંહની માફક આગામી ફિલ્મમાં રેંમ્પ કરતો જોવા મળશે.મળેલી જાણકારી મુજબ અક્ષય ફિલ્મના ટાઇટલ ટ્રેક રેમ્પિંગ સ્કિલને એક્સપ્લોર કરતો જોવા મળશે. આજે બોલીવૂડમા ંરૂપેરી પડદે રેમ્પનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. રણવીર સિંહે 'ગલી બોય'માં રેમ્પ કર્યું હતું. હવે અક્ષય કુમાર પણ પોતાની આવનારી ફિલ્મ ' હાઉસફુલ ૪'માં રેમ્પ કરતો જોવા મળશે.૨૦૧૪માં જ દિગ્દર્શક ફરહાદ શામજી અક્ષય પાસે ગીત ગવડાવવા ઇચ્છતો હતો, પરંતુ ત્યારેઅભિનેતાએ નનૈયો ભણ્યો હતો. પરંતુ હવે અક્ષય દર્શકો સામે એક નવા અવતારમાં આવાવા ઉત્સાહિત છે. નિર્માતા સાજિદ નડિયાદવાળા પણ દિગ્દર્શકના આ ફેંસલાથી ખુશ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y1uqZC
via Latest Gujarati News
0 Comments