શાહરૂખ ખાનનો પુત્ર આર્યન દક્ષિણની ફિલ્મથી ડેબ્યુ કરશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.23 જુલાઈ 2019, મંગળવાર

આ વરસે ઘણા સ્ટાર સંતાનોએ બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. હવે લોકો શાહરૂખના પુત્ર આર્યનના ડેબ્યુની પણ રાહ જોઇ રહ્યા છે. 

આર્યને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ' ધ લાયન કિંગ'માં સિમ્બા નામના પાત્રને અવાજ આપ્યો હતો. જોકે આને આર્યનનું ડેબ્યુ માનવામાં આવશે નહીં. 'હિરણ્યકશ્યપ' પર બનતી ફિલ્મ પ્રહલાદના રોલ માટે આર્યનનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની વાત છે.  આર્યનના બોલીવૂડના ડેબ્યુને લઇને ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે. 

પહેલા એવી વાત હતી કે આર્યનને કરણ જોહર બોલીવૂડમાં લોન્ચ કરશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YbWpB5
via Latest Gujarati News

Post a Comment

0 Comments