શામીને વિઝા આપવાનો અમેરિકાનો ઈનકાર, ક્રિકેટ બોર્ડે કરી દરમિયાનગીરી


નવી દિલ્હી, તા. 28 જુલાઇ 2019, રવિવાર

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મહોમ્મદ શામીના અંગત જીવનમાં ઉથલ પાથલ ચાલી રહી છે. જોકે તેની અસર તેની પ્રોફેશનલ લાઈફ પર પડી છે.

મહોમ્મદ શામીથી અલગ થનાર તેની પત્ની હસીન જહાંએ શામી પર ઘરેલુ હિંસાનો કેસ કર્યો છે. તેના કારણે અમેરિકાએ વિઝા આપવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે દરમિયાનગીરી કરીને મામલો ઉકેલ્યો છે. જેના કારણે શામીને અમેરિકા માટે વિઝા મળ્યો છે.

શામી અમેરિકા બાદ વેસ્ટ ઈન્ડિઝ ટુર પર જનારી ભારતીય ટીમ સાથે જોડાશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટી 20 મેચ ફ્લોરિડામાં રમાવાની છે. આમ ભારતીય ટીમના ખેલાડીઓ માટે ક્રિકેટ બોર્ડ દ્વારા મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝા માટે અરજી કરાઈ હતી. જોકે શમીને છોડીને તમામ સભ્યોને વિઝા મલી ગયા હતા. એ પછી ક્રિકેટ બોર્ડે શામીને લગતા બીજા દસ્તાવેજો અમેરિકન કોન્સ્યુલેટમાં જમા કરાવ્યા હતા. શામીને એ પછી વિઝા અપાયા હતા.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OlZTBn
via Latest Gujarati News

Post a Comment

0 Comments