ટેસ્ટમાંથી નિવૃત્તિ લેનાર આમીરને નથી રહેવુ પાકિસ્તાનમાં, આ દેશની માંગી નાગરિકતા

નવી દિલ્હી, તા. 28 જુલાઈ 2019, રવિવાર

પાકિસ્તાનના પેસ બોલર મહોમ્મદ આમીરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને તમામને ચોંકાવી દીધા છે.

જોકે તેની પાછળનુ સાચુ કારણ હવે બહાર આવ્યુ છે.આમીર પાકિસ્તાન છોડવાની તૈયારીમાં છે.તે હવે પાકિસ્તાન તરફથી રમવા નથી માંગતો.આમીરે બ્રિટનની નાગરિકતા માટે પણ અરજી કરી દીધી છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે આમીરે બ્રિટનમાં મકાન ખરીદવાનુ પણ પ્લાનિંગ કર્યુ છે અને તે કાયમ માટે ત્યાં જ રહેવા માંગે છે.આમીરે 2016માં બ્રિટિનની નાગરિકતા ધરાવતી નરગિસ મલિક સાથે લગ્ન કર્યા હતા.હવે તેણે પત્નીના જીવનસાથી હોવાના આધારે બ્રિટનની નાગરિકતા માંગી છે.જે પ્રમાણે 30 મહિના સુધી તે બ્રિટનમાં રહી શકશે.એ પછી જે પણ કાયદાકીય જરુરિયાતો છે તેનુ પાલન કરશે તો કાયમ માટે નાગરિકતા પણ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મહોમ્મદ આમીર સ્પોટ ફિક્સિંગ માટે બ્રિટનમાં જેલ પણ જઈ આવ્યો છે.એ પછી તે ક્રિકેટ માટે વારંવાર બ્રિટનની યાત્રા કરી ચુક્યો છે.એવુ પણ કહેવાય છે કે, આમીર નિવૃત્તિ લેવાનો છે તે વાત સાથી ખેલાડીઓ જાણતા હતા.તેની ઈચ્છા દુનિયાભરની લીગમાં ટી 20 મેચો રમવાની છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yjKKFK
via Latest Gujarati News

Post a Comment

0 Comments