
નવી દિલ્હી, તા. 28 જુલાઇ 2019, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'થી દેશને સંબોધિત કરી રહ્યા છે. PM મોદીએ કાર્યક્રમની શરૂઆત કરતા કહ્યું કે, મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાત હંમેશા મારા તરફથી અને તમારા તરફથી પણ એક પ્રતિક્ષા રહે છે. તમારી વાતોને જ, આ મન કી બાતના દોરામાં પરોવીને ફરી એક વખત તમને વહેંચવા માગું છું.
મન કી બાતના મુદ્દાઓ
એક મહિના બાદ ફરી પાછો આવીશ. તમે ક્વિઝ કોમ્પિટીશનની તક છોડતા નહીં. તમને શ્રીહરિકોટા જવાની તક મળવાની છે આને કોઈ પણ સંજોગોમાં જતો ન કરો.
પૂરના સંકટમાં ઘેરાયેલા લોકોને હું આશ્વસાન આપુ્ં છું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને અસરગ્રસ્ત લોકોને દરેક પ્રકારની સહાયતા ઉપલબ્ધ કરાવવાનું કામ તેજ ગતિથી કરી રહી છે.
ઓગસ્ટ મહિનો ભારત છોડોની યાદ લઇને આવે છે. હું ઈચ્છું કે 15 ઓગસ્ટની વિશેષ તૈયારી તમે લોકો કરો. આઝાદીનો આ પર્વ મનાવવા તમે નવો રસ્તો શોધો. લોકોની ભાગીદારી વધારો. 15 ઓગસ્ટ લોકોત્સવ કેવી રીતે બને ? જનોત્સવ કેવી રીતે બને ? આની ચિંતા કરો.
ઉત્તરાખંડમાં પણ ચાર ધામની યાત્રા માટે રેકોર્ડ શ્રદ્ધાળુ પહોંચ્યા છે. વરસાદ, તાજગી અને ખુશી બન્ને પોતાની સાથે લાવે છે. હું પ્રાર્થના કરૂં કે, આ ચોમાશુ તમને તમામને ખુશી આપે. તમે તમામ સ્વસ્થ રહો.
શ્રાવણ મહિનામાં ચારે બાજુ એક નવી ઉર્જાનો સંચાર થવાનો છે. આ વર્ષે અમરનાથ યાત્રામાં ગત ચાર વર્ષની સખામણીમાં સૌથી વધુ શ્રદ્ધાળુ સામેલ થયા છે.
બેક ટુ વિલેજ કાર્યક્રમ અંગે સમગ્ર દેશને માહિતી હોવી જોઈએ. કાશ્મીરના લોકો વિકાસની મુખ્યધારા સાથે જોડાવા માટે કેટલા ઉતાવળા છે, કેટલા ઉત્સાહી છે એ આ કાર્યક્રમના માધ્યમથી ખ્યાલ આવે છે. એ નક્કી છે કે, જે લોકો વિકાસના રસ્તામાં નફરત ફેલાવા માગે છે, અવરોધ પેદા કરવા માગે, તે ક્યારેય પોતાના નાપાક ઈરાદામાં સફળ થશે નહીં.
યોગેશ સૈની એન્જિનિયર છે અને ભારત માતાની સેવા કરવા માટે અમેરિકામાં નોકરી છોડીને ભારત આવ્યા છે. સ્ટ્રીટ આર્ટના માધ્યમથી દિલ્હીના ઘણા વિસ્તારોને ખૂબસૂરત પેઈન્ટિંગથી સજાવવાનું કાર્ય કર્યું છે. કુંભ મેળામાં પ્રયાગરાજ સજાવવા માટે પણ યોગેશ સૈનીનું મહત્વનું યોગદાન રહ્યું.
મનકી બાતના માધ્યમથી હું દેશના વિદ્યાર્થી મિત્રોની સાથે, યુવા મિત્રો સાથે એક રસપ્રદ પ્રતિયોગિતા અંગે જાણકારી આપવા માગું છું અને દેશના યુવક-યુવતીઓને આમંત્રિત કરૂ છું. હું સ્કુલ, માતા-પિતા, ઉત્સાહી આચાર્યો અને શિક્ષકોને વિશેષ આગ્રહ કરૂં છું કે તેઓ પોતાની સ્કુલને જીતાડવા માટે તન-તોડ મહેનત કરે.
ઈનામના રૂપે વધારે સ્કોર કરનાર બાળકોને સાત સપ્ટેમ્બર શ્રીહરિકોટામાં ચંદ્રયાન-2ના લેન્ડિંગના સાક્ષી બનવાનો મોકો મળશે. આના માટે, તમારે ક્વિઝ કોમ્પિટીશનમાં ભાગ લેવો પડશે, સૌથી વધુ અંક પ્રાપ્ત કરવા પડશે, તમારે વિજેતા બનવુ પડશે.
મને વિશ્વાસ છે કે, તમને આકાશની ઉપર, અંતરીક્ષમાં, ભારતની સફળતા અંગે જાણીને ગર્વ થયો હશે. ચંદ્રયાન-2એ એકવાર ફરી સાબિત કરી દીધું કે, જ્યારે નવા-નવા ક્ષેત્રમાં કાંઈ નવું કરવાની વાત આવે તો આપણા વૈજ્ઞાનિકો સર્વશ્રેષ્ઠ છે, વિશ્વ-સ્તરીય છે. આપણે યાદ રાખવું જોઈએ કે, જીવનમાં પણ મુશ્કેલીઓને દૂર કરવાનું સામર્થ્ય આપણી અંદર છે.
તહેવારોના સમયે ઘણા મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જળ સંરક્ષણ માટે આ મેળાઓનો પણ ઉપયોગ કરો.
મેઘાલય દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જેણે પોતાની જળ નીતિ તૈયાર કરી છે, રાજ્ય સરકારને અભિનંદન.
હરિયાણામાં, ઓછા પાણીથી થતા પાકનું વાવેતર કરવામાં આવે છે. જેનાથી ખેડૂતને પણ નુકસાન થતું નથી.
PM મોદીએ કહ્યું કે, જળ સંરક્ષણ દિને સ્પર્શનારો વિષય છે. રાજ્ય સરકાર હોય કે NGO હોય જળ સંરક્ષણ માટે કાંઇ ને કાંઇ કરી રહ્યા છે
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Mk1ViB
via Latest Gujarati News
0 Comments