મુંબઇને પાણી પૂરું પાડતું તાનસા સરોવર છલકાયું


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.25 જુલાઈ 2019, ગુરુવાર

મુંબઇને પાણી પૂરું પાડતા જળાશયોમાનું એક તાનસા સરોવર આજે બપોરથી છલકાવાની શરૂઆત થઇ હતી. સરોવરના જળગ્રાહી વિસ્તારમાં પડી રહેલાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો હતો અને બપોરથી તાનસા છલકાવા માંડયું હતું.

મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે બપોરે ૨.૫૦ વાગ્યે તાનસા સરોવર છલકાવાની શરૂઆત થઇ હતી. આમ તુલસી સરોવર બાદ તાનસા સરોવર છલકાવા માંડયું છે. શાહપુર તાલુકામાં આવેલું તાનસા સરોવર મુંબઇને દરરોજ ૪૫૦ મિલિયન લીટર પાણી પૂરું પાડે છે.

છેલ્લા થોડા દિવસો દરમિયાન સારા વરસાદને લીધે તુલસી, તાનસા, વિહાર વૈતરણા સહિતના જળાશયોમાં લગભગ ત્રણ મહિના  ચાલે એટલું પાણી આવી ગયું હતું. પાણીની સંતોષકારક આવકને લીધે મુંબઇ મહાનગર પાલિકાએ ૧૦ ટકા પાણી કાપ પાછો ખેંચી લીધો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yk4Muq
via Latest Gujarati News

Post a Comment

0 Comments