
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.25 જુલાઈ 2019, ગુરુવાર
નૈઋત્યનું ચોમાસું કોંકણપટ્ટીમાં અન ેગોવ૩ામાં ભારે સક્રિય થયું ચે. વળી અરબી સમુદ્રના ઈશાન હિસ્સામાં પણ મધ્યસ્થી તીવ્રપણે સક્રિય થયું છે. હાલ દક્ષિણ ગુજરાત અને આજુબાજુના વિસ્તાર પર સાયકલોનિક સર્ક્યુલેશનની અસર પણ છે. સાથોસાથ હાલ મુંબઈ-મહારાષ્ટ્ર પર પશ્ચિમ દિશાના પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઈ રહ્યા છે.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આવાં તમામ કુદરતી પરિબળોથી મુંબઈ સહિત કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભીનો ભીનો વરસાદી માહોલ સર્જાયો છે.
મુંબઈ અને નજીકના પરિસર વસઈ, વિરાર અને નાલાસોપારામાં બુધવારે રાતે મુશળધાર વર્ષા થઈ હોવાના સમાચાર મળે છે.
હવામાન કાતાનાં સૂત્રોએ એવો વરતારો આપ્યો હતો કે આવતા ચાર દિવસ (૨૬,૨૭,૨૮,૨૯-જુલાઈ) દરમિયાન ઉત્તર કોંકણ (પાલઘર, થાણે, મુંબઈ,રાયગઢ)માં અમુક સ્થળે ભારેથી અતિ ભારે વર્ષા થવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ કોંકણ (રત્નાગિરી સિંધુદુર્ગમાં પણ આજ ચાર દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વર્ષા તાય તેવાં કુદરતી પરિબળો છે. બીજી બાજુ મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, કોલ્હાપુર અને સાતારામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે, સાથોસાથ મરાઠવાડાનાં અમુક સ્થળોએ મધ્યમ વર્ષા થવાની શક્યતા છે.
આજે કોંકણના ભીવંડીમાં ૨૦ સેન્ટીમીટર વર્ષા નોંધાઈ હતી. જ્યારે પાલઘર-૧૯, પાડા-૧૮, પેણ-૧૮, વસઈ-૨૮, કલ્યાણ-૧૫, અંબરનાથ-૧૫, શાહપુર-૧૫, વિક્રમગડ-૧૪, થાણે-૧૧, અલીબાગ- ૧૩, માથેરાન-૯, મુરબાડ -૯, દેવગઢ-૮, રત્નાગિરી-૮, કણકવલી-૮, માલવણ-૬ અને રાજાપુરમાં ૫ સેન્ટીમટીર વરસાદ નોંધાયો હતો. આજે રત્નાગિરીમાં ૮૭ મિ.મિ. વરસાદ થયો હતો. નદી કાંઠાના ગામોને સાવધ કરાયાં છે.
બીજી બાજુ આજે મધ્ય મહારાષ્ટ્રનાં સુરગાણા-૧૦, ઈગતપુરી-૯, ઓઝારખેડા-૮, નવાપુર-૭ લોનાવલા-૭ અને મહાબળેશ્વરમાં ૭ સેન્ટીમીટર વર્ષો નોંધાઈ હતી.
સાથોસાથ તામીમી ઘાટમાં -૧૭, ડુંગરવાડી-૧૧, ખોપોલી-૯ અને કોયના ઘાટ વિસ્તારમાં ૫ સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો.
કોલાબામાં સિઝનનો કુલ વરસાદ ૧૨૯૨.૯ મિ.મિ. (૫૧.૧૭ ઈંચ) જ્યારે સાંતાક્રુઝમાં સિઝનનો કુલ વરસાદ ૧૫૮૪.૫ મિ.મિ. (૬૩.૯ ઈંચ) નોંધાયો હોવાની માહિતી મળે છે.
મુંબઈમાં ફક્ત જુલાઈ મહિનામાં થયેલા આવા સંતોષકારક વરસાદથી ૧.૨૦ કરોડ મુંબઈગરાને અને ઉદ્યોગો-કારખાનાંને બારે માસ પાણી પૂરુંપાડતાં જળાશયોમાં પણ વિપુલ જળરાશિ જમા થઈ છે. આજે તાન્સા જળાશય પણ છલકાઈ ગ.ું હોવાથી મુંબઈગરામાં આનંદ ફલેાઈ ગયો છે. ચોમાસાની સિઝન દરમિયાન મુંબઈમાં સામાન્ય રીતે ૧૦૦ ઈંચ વરસાદ વરસતો હોવાની કુદરતી પરંપરા રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32SMqUI
via Latest Gujarati News
0 Comments