રાજસ્થાનની સરકારી શાળાઓમાં શિક્ષકોના મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ


(પીટીઆઈ) જયપુર, તા. 19 જુલાઇ, 2019, શુક્રવાર

રાજસ્થાનની સરકારી શાળાના શિક્ષકો અને કર્મચારીઓ હવેથી શાળાના સમય દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. શિક્ષકોએ શાળામાં પહોંચ્યા બાદ પોતાનો મોબાઈલ ફોન આચાર્યના કક્ષમાં જમા કરાવી દેવો પડશે અને બાદમાં ઘરે જતી વખતે તેઓ પોતાનો ફોન પાછો લઈ શકશે. સરકારી શાળાના શિક્ષકો બાળકોને ભણાવવાના બદલે સોશિયલ મીડિયામાં વધારે પડતા સક્રિય રહે છે તેવી ફરિયાદોને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને શિક્ષણ નિયામકોને જરુરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

શિક્ષણ વિભાગે શાળાના સમય દરમિયાન જો કોઈ શિક્ષક કે કર્મચારી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાય તો તેમને સસ્પેન્ડ કરવા સહિતના પગલાં લેવાનો નિર્ણય લીધો છે અને શાળાઓના આકસ્મિક નિરીક્ષણ માટે બ્લોક શિક્ષા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવેલા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32CHlQd
via Latest Gujarati News

Post a Comment

0 Comments