
વોશિંગ્ટન, તા. 14 જુલાઇ 2019, રવિવાર
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકની પ્રસ્તાવિત ડિજિટલ કરન્સી 'લિબ્રા' અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક રેગ્યુલેટરના ધ્યાને છે. ટ્રમ્પે આ કરન્સીને કોઈપણ પ્રકારના આધાર વિનાની અને અવિશ્વસનીય ગણાવી છે. સાથે જ વ્યાપક ક્રિપ્ટોકરન્સી સમુદાયે પણ આ અંગે શંકા વ્યક્ત કરી છે. જોકે, લંડનના નાણાકીય તકનીક અથવા ફિનટેક ઉદ્યોગના પ્રભાવશાળી લોકો વર્ચ્યુઅલ કરન્સીના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે એકત્ર થયા છે.
બિટકોઈનને પડકાર આપી શકશે 'લિબ્રા' ?
લંડનમાં થોડા સમય પહેલાં થયેલા એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યુ હતું કે, જે લોકો લિબ્રાનો ઉપયોગ કરવામાં ઈચ્છા નથી ધરાવતા તે પોતાનો હાથ ઊંચો કરે. 100 જેટલા તજજ્ઞો અને મીડિયાકર્મીથી ભરેલા રૂમમાં બે તૃતીયાંશ લોકોએ પોતાનો હાથ ઊંચો કરીને ફેસબુકની આભાસી કરન્સીમાં અવિશ્વાસ દર્શાવ્યો. એવું માનવામાં આવે છે કે, લિબ્રા વૈશ્વિક સ્તરે હાવી આભાસી કરન્સી બિટકોઈનને પડકાર આપી શકે છે.
'લિબ્રાની નથી કોઈ વિશ્વસનીયતા'
2020ના શરૂઆતી 6 મહિનામાં આની શરૂઆત થવાની સંભાવના છે. સ્માર્ટફોનમાં લિબ્રાનો ઉપયોગ કરવા માટે યુઝર્સને વર્ચ્યુઅલ વોલિટમાં જવું પડશે, જેનું નામ કેલિબ્રા હશે. ટ્રમ્પે આભાસી કરન્સીઓ પર કથિત અસ્પષ્ટ પ્રકૃતિ માટે એની ટીકા કરી અને દલીલ કરી કે, લિબ્રાનો કોઈ આધાર અને વિશ્વસનીયતા નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Sixfzw
via Latest Gujarati News
0 Comments