
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 15 જુલાઈ 2019, સોમવાર
અનુષ્કા શર્મા થોડા સમયથી પતિ વિરાટ કોહલી સાથે ક્રિકેટના વલ્ ર્ડ કપ માટે લંડનમાં સાથે હતી. હવે આ રમત પૂરી થતાં તે ફરી પોતાના કામે લાગી ગઇ છે. અવિનાશ તિવારી અને તૃપ્તિ ડિમરી સ્ટારર તેની પ્રથમ વેબ સીરીઝ બનશે. જેના પર હાલ કામ ચાલી રહ્યું છે. આ શો લોન્ચ થાય તે પહેલા જ અનુષ્કાએ અન્ય એક વેબ સીરીજ મેળવી છે.
આનંદ એલ રાય દિગ્દર્શિત ફિલ્મ 'ઝીરો' ફ્લોપ થયા બાદ અનુષ્કાએ અભિનેત્રી તરીકે હજી સુધી એક પણ ફિલ્મ સાઇન કરી નથી. તેનું પૂરું ધ્યાન હાલ પોતાના પ્રોડકશન હાઉસ માટે ફાળવી રહી છે. તેણે રૂપેરી પડદે 'એનએચ ૧૦, ફિલ્લોરી જેવી ફિલ્મો નિર્માણ કરી છે. હાલ ઓટીપી પ્લેટફોર્મની માંગ હોવાથી અનુષ્કા આ માધ્યમ તરફ વળી છે.
સૂત્ર એમ પણ કહે છે કે, આ વેબ સીરીઝ ઉપરાંત અન્ય શો ઉપર પણ તેનું નિર્માણ હાઉસ કામ કરી રહ્યુ ંછે. શાહરૂખ ખાન પછી અનુષ્કા હિંદી સિનેમાની એવી બીજી સેલિબ્રિટિ છે જેણે ઓટીપી પ્લેટફોર્મ પર એકથી વધુ વેબ સીરીઝ માટે કામ કરી રહી છે.
શાહરૂખ ખાનનું નિર્માણ હાઉસ પણ હાલ ત્રીજી વેબ સીરીજ બનાવી રહ્યું છે. તે ઇમરાન હાશ્મીને લઇને ' બોર્ડ ઓફ બ્લડ અને બોબી દેઓલની લઇને 'ક્લાસ ઓફ ૮૩ સીરીઝ બનાવી રહ્યું છે. આ ઉપરાંત એક હોરર સીરીઝ ઉપર પણ કામ ચાલી રહ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lpy3Ga
via Latest Gujarati News
0 Comments