કાનપુરમાં 'જય શ્રી રામ' નહિ બોલનાર કિશોરને બદમાશોએ માર્યો


(પીટીઆઇ) કાનપુર, તા. 30 જૂન, 2019, રવિવાર

કેટલાક અજાણ્યા બદમાશોએ પારંપરિક ટોપી પહેરવા બદલ અને 'જય શ્રી રામ' ના ઉચ્ચારણના ઇન્કાર બદલ ૧૬ વર્ષના એક મુસ્લિમ કિશોરને કથિતપણે માર માર્યો હતો. પોલીસે આજે અત્રે આમ જણાવીને ઉમેર્યુ કે બારરા ખાતે રહેતો મહંમદ તાજ નામનો કિશોર કિડવાઇનગરમાં નમાજ પઢીને ઘેર જઇ રહ્યો હતો.

વાહન પર જઇ રહેલા મહંમદે રસ્તામાં એક અન્ય બાઇકને ઓવરટેક કરતા, એ બાઇક પર બેઠેલા ત્રણથી ચાર જેટલા અજાણ્યા લોકોએ મહંમદને રોકીને એણે પહેરેલી પરંપરાગત ટોપી પહેરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. એ પછી એને 'જય શ્રી રામ' ના ઉચ્ચારણ કરવા જણાવ્યું હતું.

મહંમદે એમ કરવાનો ઇન્કાર કરતા બદમાશોએ એને માર્યો હતો. એ વિસ્તારમાં ટોપી પહેરવાની છૂટ નહિ હોવાનું પણ અસામાજિક તત્વોએ કિશોરને જણાવ્યું હતું.રડી પડેલા કિશોરે દુકાનદારોને મદદ માટે જણાવ્યું હતું. જો કે ત્યાંથી પસાર થતા કેટલાક રાહદારીઓ એની મદદે દોડી ગયા હતા, જેથી ગભરાયેલા બદમાશો નાસી ગયા હતા. કિશોરને તબીબી સારવાર પૂરી પડાઇ છે. પોલીસે હુમલાખોરોની તપાસ શરૂ કરી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xjww7d
via Latest Gujarati News

Post a Comment

0 Comments