
(પીટીઆઈ) અલવર, તા. 30 જૂન, 2019, રવિવાર
રાજસ્થાનના અલવરમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મહંત બાલકનાથનું હેલિકોપ્ટર કોટકાસિમ ક્ષેત્રમાં હવામાં ચાર-પાંચ વખતી ચકરી ખાતા તેઓ દુર્ઘટનાનો શિકાર થતા માંડ બચ્યા હતા. સોમનાથના ૧૯મા વાર્ષિક મેળામાં ભાગ લેવા માટે તેઓ હેલિકોપ્ટર મારફતે અલવરના કોટકાસિમ પહોંચ્યા હતા પરંતુ ઉતરાણ વખતે ભારે પવનને લીધે તેમના હેલિકોપ્ટરે હવામાં જ ચાર-પાંચ ચક્કર ખાધા હતા.
ભારે પવન અને હવાના દબાણને કારણે હેલિકોપ્ટર હેલિપેડ પર હવામાં જ ફરવા લાગ્યું હતું. જો કે થોડી વારમાં જ પાયલોટ હેલિકોપ્ટરને નિયંત્રણમાં લેવામાં સફળ થયો હતો અને બાદમાં હેલિકોપ્ટર પાછું દિલ્હી જતું રહ્યું હતું. ત્યારબાદ મહંત બાલકનાથ સડકમાર્ગે કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LsQp4f
via Latest Gujarati News
0 Comments