
મેગલુરૂ, તા. 30 જૂન, 2019, રવિવાર
એર ઇન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન આજે મેગલુરૂના એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી બ્રેક ના લાગતાં છેક ટેક્સી વે સુધી પહોંચી ગયું હતું, એમ એરપોર્ટ સત્તાવાળાઓએ કહ્યું હતું. વિમાનના તમામ પેસેન્જરો અને ચાલક દળના સભ્યો સલામત હતા. મેગલુરૂ એરપોર્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દુબઇથી મેગલુરૂ આવી રહેલી ફલાઇટ લેન્ડિંગ પછી ટેક્સી વે સુધી ખેંચાઇ ઔગયું હતું.
આ ઘટના પછી પણ એરપોર્ટની તમામ કામગીરી રાબેતા મુજબ રહી હતી.'એર ઇન્ડિયા એક્સપ્રેસ વીટી-એવાયએ દુબઇથી મેંગલુુરૂ આવી રહેલું વિમાન રન વે ૨૪ પર ઉતર્યા પછી જમણી બાજુ ખેંચાયું હતું. જો કે આ ઘટનામાં કોઇે ઇજા થઇ નહતી'. આ ઘટના માટે ટેઇલવિંડ અને ચીકણો રનવે જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KPAbTk
via Latest Gujarati News
0 Comments