નવી દિલ્હી, તા. 19 જુલાઇ 2019, શુક્રવાર
આજે છે 19મી જુલાઇ. 1969માં આજના દિવસે ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું જેના પગલે આજે બેંકો આમ આદમીને હેરાન પરેશાન કરે છે અને અબજોનાં કૌભાંડો થાય છે.
અગાઉ ચૌદ મોટી બેંકો ખાનગી માલિકીની હતી. 1969ના જુલાઇની 19મીએ પહેલાં ઇંદિરાજીએ આ ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. બાકીની સાત બેંકોનું રાષ્ટ્રીયકરણ 1980માં થયું.
પોલિટિકલ નિરીક્ષકો માને છે કે પોતાના નાણાં પ્રધાન મોરારજી દેસાઇને કાઢવા માટે ઇંદિરાજીએ આ પગલું ભર્યું હતું.
બેંકોનું રાષ્ટ્રીયકરણ જાહેર થતાંજ મોરારજીભાઇએ પોતાના નાણાં પ્રધાન તરીકેના હોદ્દાનુ્ં રાજીનામું આપ્યું હતું. અલબત્ત, અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે બેંકોના રાષ્ટ્રીયકરણને લીધે દેશના અર્થતંત્રને જબ્બર લાભ થયો. જો કે એ સાથે એ વાત પણ સાચી કે યુનિયનોના જોરે બેંકો મનસ્વીપણે વર્તતી થઇ. વિજય માલ્યા, નીરવ ચોક્સી, વગેરે જે લોકો અબજો રૂપિયાનાં કૌભાંડો કરીને નાસી ગયાં એમાં બેંકોની બેજવાબદારીનો ફાળો મોટો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30FZhYp
via Latest Gujarati News
0 Comments