નવી દિલ્હી, તા. 19 જુલાઇ 2019, શુક્રવાર
માણસે ચાંદામામા પર પહેલીવાર પગ મૂક્યો એ પ્રસંગને યાદ કરાવતાં ગૂગલે ખાસ ડુડલ તૈયાર કર્યું હતું. આજથી પચાસ વર્ષ પહેલાં નાસાએ અંતરીક્ષમાં મોકલેલા અવકાશ યાન દ્વારા માણસે ચંદ્ર પર પદાર્પણ કર્યું હતું.
અમેરિકી અંતરીક્ષ સેવા નાસાએ એપોલો 11 અવકાશ યાન ચંદ્ર પર મોકલ્યું હતું. ગૂગલે એની એક વિડિયો ક્લીપ બનાવી છે અને એમાં ત્રણમાંના એક અવકાશ યાત્રી માઇકલ કોલિસના કંઠે આ ઐતિહાસિક અવકાશ યાત્રા વિશે વક્તવ્ય પણ રજૂ કર્યું હતું. માનવજાતના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના હતી. આ અભિયાન હાથ ધરાયું એ પહેલાં બાળકાવ્યોમાં ચાંદામામા વિશે કાલીઘેલી વાતો વર્ણવાતી રહી હતી.
માઇકલ કોલીસ ચંદ્ર પર ગયેલા અવકાશ યાનના ચાલક (પાઇલટ ) હતા. આ યાનમાં નીલ આર્મસ્ટ્રોંગ અને એડવીન એલ્ડ્રીન નામના બે અન્ય અવકાશ યાત્રી હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XNtbgy
via Latest Gujarati News
0 Comments