મરાઠવાડામાં વરૂણ દેવની મોડી પણ ભરપૂર કૃપા થઇઃ ખેડૂતો આનંદમાં


મુંબઇ,તાઃ 19 જુલાઈ 2019, શુક્રવાર

આજે મહારાષ્ટ્રના મરાઠવાડાનાં ઔરંગાબાદ,જાલના અને બીડ જિલ્લામાં વરસાદી આનંદ છવાઇ ગયો હતો. લગભગ દોઢ મહિના બાદ વરૂણ દેવતાની કૃપા થઇ હોવાથી મરાઠવાડાના ખેડૂતો  અને નાગરિકો રાજીનાં રેડ થઇ ગયાં હતાં.  ઘણો સારો વરસાદ થયો હોવાથી ખેતીના પાકને સારો ફાયદો થવાની આશા બંધાઇ છે.

હાલ નૈઋત્યનું ચોમાસુ રાજસ્થાનમાં આગળ વધ્યું છે.સાથોસાથ આજે ભારતનાં બાકીનાં તમામ રાજ્યોમાં પણ વરસાદી માહોલ છવાઇ ગયો છે.ચોમાસાએ આ રીતે આખા દેશને આવરી લીધો છે.હાલ મહારાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારો પર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે.

બીજીબાજુ હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો હતો કે આવતા ત્રણ દિવસ (૨૦,૨૧,૨૨-જુલાઇ)દરમિયાન કોંકણના રત્નાગિરિ અને  સંધુદુર્ગ જિલ્લામા ં ભારે વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો છે.સાથોસાથ મધ્ય મહારાષ્ટ્રનાંનાશિક,પુણે,કોલ્હાપુર અને સાતારા જિલ્લામાં પણ આ જ દિવસો દરમિયાન મુશળધાર વર્ષા થવાની શક્યતા છે.ઉપરાંત મરાઠવાડાનાં જાલના,પરભણી,બીડ અને હિંગોળી જિલ્લામાં પણ આ જ સમયગાળામાં ભારે વર્ષા થાય તેવી સંભાવના છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Om6A6D
via Latest Gujarati News

Post a Comment

0 Comments