
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.19 જુલાઈ 2019, શુક્રવાર
રાજકુમાર રાવ એક સારો અભિનેતા છે, અને હવે તેને બિઝનેસમાં ઝંપલાવવું છે. બિઝનેસમેન બનવાનું તેનું શમણું છે. ભવિષ્યમાં તે પોતાનું નિર્માણ હાઉસ ખોલવાનો વિચાર કરીરહ્યો છે.
'' જીવનમાં જોખમ-રિસ્ક સિવાય આનંદ નથી આવતો.'એન્ટ્રપ્રેન્યોર' શબ્દ અદભૂત છે, ભવિષ્યમાં હું પણ એન્ટ્રપ્રેન્યોર તરીકે જોવા મળીશ.તેમજ મને ઓફબિટ ફિલ્મોમાં કામ કરવામાં પણ રસ છે, '' તેમ રાજકુમાર રાવે જણાવ્યું હતું.
રાજકુમાર રાવે એક ઇવેન્ટમાં હાજરી આપી તે સમયે પોતાના દિલની વાત કહી હતી. તેણે બોલીવૂડમાં પોતાની અભિનય ક્ષમતાનો પરચો આપી દીધો છે. બોલીવૂડના માંધાતાઓ અને દર્શકો તેના અભિનયથી ખુશ છે.
રાજકુમાર રાવે આડકતરી રીતે પ્રોડયુસર બનવાનો પણ ઇશારો આ ઇન્ટરવ્યુમાં આપી દીધો છે. તેની વાત પરથી સ્પષ્ટ થયું હતુ ંકે તે ટૂંક સમયમાં નિર્માણ ક્ષેત્રે ઝંપલાવશે.
રાજકુમાર રાવે 'લવ સેક્સ ઓર ધોખા' ફિલ્મથી કારકિર્દીની શરૂઆતકરી હતી. ઉપરાંત હોરર-કોમેડી 'સ્ત્રી'માં પણ તેના અભિનયના વખાણ થયા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JWQniH
via Latest Gujarati News
0 Comments