ભીમા-કોરેગાંવ કેસમાં નવો વળાંક, ગૌતમ નવલખાનો હિજબુલ સાથે સંબંધ

મુંબઇ, તા. 25 જુલાઇ 2019, ગુરૂવાર 

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મુંબઇ હાઇકોર્ટમાં એવો દાવો કર્યો હતો કે ભીમા કોરેગાંવ કેસમાં પકડાયેલા ગૌતમ નવલખાને પાકિસ્તાનની હિજબુલ મુજાહિદ્દીન આતંકવાદી સંસ્થા સાથે સંબંધ હતો.

ગૌતમ નવલખા અને અન્ય એક વ્યક્તિ પર નક્સલવાદી પ્રવૃત્તિનો આક્ષેપ છે, પોતાની સામે નોંધવામાં આવેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર ) રદ કરાવવા ગૌતમે મુંબઇ હાઇકેોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલે હાઇકોર્ટની ડિવિઝન બેંચમાં જસ્ટિસ રણજિત મોરે અને જસ્ટિસ ભારતી ડોંગરે સમક્ષ બોલતાં એવો દાવો કર્યો હતો કે 2011થી 2014 સુધી નવલખા જમ્મુ કશ્મીરના વિભાજનવાદી નેતાઓ સૈયદ અલી શાહ ગીલાની અને શકીબ બક્ષીના સંપર્કમાં હતો. 

અમારી પાસે એવા પુરાવા છે કે ગૌતમને પાકિસ્તાનની આતંકવાદી સંસ્થા હિજબુલ મુજાહિદ્દીન સાથે પણ સંબંધ હતો. સહ આરોપી રોના વિલ્સન અને સુરેન્દ્ર ગડલીંગના લેપટોપમાંથી અમને આ વિશે પાક્કી માહિતી મળી હતી. આ લેપટોપમાં ગૌતમ જે નક્સલવાદી જૂથ સાથે સંકળાયેલો છે એ જૂથે અને ગૌતમે હિજબુલ મુજાહિદ્દીન સાથે કરેલી વાતચીતની નોંધ છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YmFbFj
via Latest Gujarati News

Post a Comment

0 Comments