નવી દિલ્હી, તા. 1 જુલાઇ 2019, સોમવાર
ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સોમવારે સવારે 1250 અમરનાથ યાત્રીઓનું પહેલું જૂથ પહેલગામ બેઝ કેમ્પથી અમરનાથ બાબાના દર્શને જવા રવાના થઇ ગયા છે. અનંતનાગના જિલ્લા વિકાસ અધિકારી ખાલિદ જહાંગીરે અન્ય પોલીસ અધિકારીઓ સાથે યાત્રા માટે લીલી ઝંડી બતાવી. અમરનાથ યાત્રા 1 જુલાઇથી શરૂ થઇને 15 ઓગસ્ટ સુધી ચાલશે.
45 દિવસની અમરનાથ યાત્રા સોમવારથી ઔપચારિક રીતે શરૂ થઇ ગઇ અને 15 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના પર્વના દિવસે સમાપ્ત થશે. આ પહેલા રવિવારે તીર્થયાત્રીઓના પહેલા જૂથમાં 1051 શ્રદ્ધાળુઓ ઉત્તર કાશ્મીરના બાલતાલ આધાર શિબિર તરફ રવાના થયા જ્યારે 1183 જણાં પહેલગામ આધાર શિબિર માટે રવાના થયા. શ્રદ્ધાળુઓમાં 1839 પુરુષ, 333 મહિલાઓ, 45 સાધુઓ અને 17 બાળકો સામેલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર અમરનાથયાત્રીઓ સુરક્ષા દળોના કાફલા સાથે રવાનાથયા. આ વર્ષે શાંતિપૂર્ણ અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે જ કેન્દ્રીય ગૃહમંત્રીએ અમિત શાહે જમ્મુ-કાશ્મીરની મુલાકાત વખતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RMw4rI
via Latest Gujarati News
0 Comments