
(પીટીઆઇ) રેવા, તા. 30 જૂન, 2019, રવિવાર
મધ્ય પ્રદેશના રેવા જિલ્લાનો ચાર વર્ષ પહેંલા ગુમ થયેલો ૨૫ વર્ષનો એક યુવાન પાકિસ્તાનની જેલમાં હોવાનું જાણવા મળ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય પોલીસનો સંપર્ક કરી તેની વિગતોની ખરાઇ કરી હતી, એમ પોલીસે કહ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોકલેલો ફોટો અને અન્ય બાબતો ગુમ થયેલા અનિલ કુમાર સાથે મળતી આવતી હતી, એમ રેવાના પોલીસ અધિકક્ષ આબીદ હુસેને કહ્યું હતું. કુમાર ત્રીજી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ગુમ થયો હતો જેની ફરીયાદ પણ તેના પરિવારે લખાવી હતી.' તે પાકિસ્તાન કેવી રીતે પહોંચી ગયો તેની અમને જાણ નથી.
અમને તો ગૃહ મંત્રાલયે આ વ્યક્તિ અંગે માહિતી આપી ત્યારે જાણ થઇ'એમ પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું. કુમારના પિતા બુધ્ધસેન સાકેતે વડા પ્રધાન મોદીને તેમના પુત્રને પાછો લાવવા અપીલ કરી હતી.'હું વડા પ્રધાનને મારા પુત્ર પાછો લાવવા વિનંતી કરૃં છું. હું માનું છું કે મોદી મદદ કરશે અને મારો પુત્ર પરત આવશે'એમ તેમણે કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XgJjXK
via Latest Gujarati News
0 Comments