ભારતીય મૂળની પ્રથમ મહિલા સેનેટર કમલા હેરિસ પર ઓનલાઇન વંશીય હુમલા


(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 30 જૂન, 2019, રવિવાર

અમેરિકાના પ્રમુખપદની ૨૦૨૦ની ચૂંટણીની ઉમેદવાર અને પ્રથમ ભારતીય મૂળની મહિલા સેનેટર કમલા હેરિસને 'અમેરિકન અશ્વેત નહીં' તરીકેની ઓળખ બદલ ઓનલાઇન ટાર્ગેટ કરવામાં આવી હતી.બંને વસાહતીઓ એવા ભારતીય માતા અને જમૈકન પિતાની પુત્રી ૫૪ વર્ષની કમલા પર સીધી રીતે પ્રહારો કરાયા હતો જેમણે કમલાની અશ્વેત ઓળખ અંગે સવાલો કર્યો હતા. કેલિફોર્નિયાની સેનેટર હેરિસ પર જન્મઆધારિત હુમલા કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ બરાક ઓબોમા પર પણ આવા જ પ્રહારો કરાયા હતા. પ્રમુખ બનતા પહેલાં ટ્રમ્પ સહિતના કેટલાક રિપબ્લીકનો દ્વારા પ્રસ્તાવિત બર્થરિઝમ- જન્મઆધારિત- એક ચળવળ હતી જેણે બરાક ઓબોમા અમેરિકામાં જન્મેલા નાગરિક હતા અને અમેરિકાના પ્રમુખ બનવાને પાત્ર હતા જેવી વાતનો ઇનકાર કર્યો હતો.'કમલા હેરિસ અમેરિકન અશ્વેત નથી. તે અર્ધી ભારતીય અને અર્ધી જમૈકન છે'એમ એક આફ્રિકન અમેરિકન તરીકે ઓળખ આપનારે ગુરૃવારે ટ્વિટ કરી કહ્યું હતું.

'હું આપણા ઇતિહાસના (મારા જેવા) અમેરિકન આફ્રિકનોને લૂટતા લોકોથી ધરાઇ ગયો છું. એ ખૂબ હતાશાજનક છે. હવે તેનો ઉપયોગ ડીબેટમાં કરાય છે. આ મારા લોકો છે તેમના નહીં'એમ એક ક્રિટિકે કહ્યું હતું. જમણેરી નેતા અલી એલેક્ઝાન્ડર જે અલી અકબરના નામે પણ ઓળખાય છે તેમની ટ્વિટ વાયરલ થઇ હતી.જો કે એ ટ્વિટને ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જુનિયરે રિટ્વિટ કરી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xnDVCy
via Latest Gujarati News

Post a Comment

0 Comments