
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 24 જુલાઈ 2019, બુધવાર
સલમાન ખાનની ફિલ્મ 'દંબગ'નું ગીત 'મુન્ની બદનામ હુઇ' આજે પણ લોકોને સાભળવું ગમે છે. હવે સલમાન આ ફિલ્મની ત્રીજી સીરીઝમાં 'મુન્ના બદનામ હુઆ' ગીત પર થિરકવાનો છે.
આ ગીતના ડેવલપમેન્ટની વાત કરીએ તો સલમાન સાથે 'મુન્ના બદનામ હુઆ' ગીતમાં પ્રભુદેવા તેમજ વરીના હુસૈન સાથે જોવા મળશે.આ ગીતની કોરિયોગ્રાફી પણ પ્રભુદેવાની જ છે. મુંબઇના એક સ્ટૂડિયોમાં આ ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે, સલમાન અને વરીના હુસૈન પર આ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું.
મૂળ ફિલ્મમાં આ ગીત પર મલાયકાએ ડાન્સ કર્યો હતો. પરંતુ હવે આ વખતે તે આ ફિલ્મનો હિસ્સો નથી.
પ્રભુદેવા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે, જ્યારે નિર્માણ અરબાઝ ખાનનું છે. સલમાન સાથે કન્નડ એકટર સુદીપ પણ કામ કરીરહ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32ODKP7
via Latest Gujarati News
0 Comments