
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 જુલાઈ 2019, બુધવાર
ફિલ્મ 'કબીર સિંહ' સુપર હિટ થયા બાદ સમાચાર હતા કે, શાહિદ કપૂર અને કરણ જોહર સાથે કામ કરશે. વાત એમ હતી કે, કરણ જોહર સાઉથની સફળ ફિલ્મ 'જર્સી'ની હિંદી રીમેક માટે શાહિદ કપૂર સાથે કામ કરવા ઇચ્છતો હતો. પરંતુ બન્ને નિર્માતાઓ વચ્ચે રાઇટ્સની રકમ બાબતનો મેળ પડયો નહીં. પરિણામે આ ફિલ્મના હક્ક કરણે ખરીદ્યા નહીં.
જોકે કરણ નિરાશ થયો નહીં, અને તેણે વિજય દેવરકોંડાની ફિલ્મ 'ડિયર કોમરેડ'ના હક્ક ખરીદી લીધા છે. કરણે પોતે જ આ વાતની જાણકારી ટ્વિટર પર આપી હતી. '' ધર્મા પ્રોડકશન એ ઘોષણા કરે છે કે, તેણે સાઉથના સફળ હીરો વિજયની શાનદાર ફિલ્મ ' ડિયર કોમેરડાની હિન્દી રીમેક બનાવાનું છે. ફિલ્મની વાર્તા રસપ્રદ છે, મૂળ ફિલ્મમાં કલાકારોએ પણ શાનદાર ભૂમિકાઓ ભજવી હતી, તેમ તેણે ટ્વિટ કર્યું હતું.
કરણે 'ડિયર કોમરેડ'ની હિમદી રીમેકની વાત કરતાં જ શાહિદ કપૂરનું નામ ચર્ચામાં છે. વાસ્તવમાં શાહિદની હાલની સફળ ફિલ્મ 'કબીર સિંહ' પણ વિજયની ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની હિંદી રીમેક છે.જે બોક્સઓફિસ પર ધરખમ કમાણી કરી રહી છે. તેમા શાહિદના અભિનયના વખાણ થઇ રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MaUbPV
via Latest Gujarati News
0 Comments